તહેવારોમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા એસટીના કર્મીઓનું મોં મીઠું કરાવતાં ધારાસભ્ય

  • November 17, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિપાવલી દરમિયાન રજા રાખ્યા વિના લોકોની સેવામાં સતત દોડતા રહેતા એસ.ટી.ના ડ્રાઇવર-કંડક્ટરના કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવી

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓ એકદમ પાયાના કાર્યકર્તા થી થઈને ધારાસભ્ય ના પદ સુધી પહોંચ્યા છે, ત્યારે દિવાળી ગરીબ બાળકોની સાથે ઉજવ્યા પછી નવા વર્ષનો પ્રારંભ પણ લોકોની સહી સલામત સવારી માટે કોઈ પણ પ્રકારના તહેવારની રજા રાખ્યા વિના લોકોની ફરજમાં ખડે પગે રહેનારા એસ.ટી. ડિવિઝનના ડ્રાઇવર અને કંડકટર સાથે મીઠાઈ ખવડાવીને નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો.
 ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી વહેલી સવારે જામનગરના એસ.ટી. ડેપોમાં પહોંચ્યા હતા, જ્યાં જામનગર થી જુદા જુદા રૂટ પર નીકળનારી એસ.ટી. બસ ના ડ્રાઈવરો અને કંડક્ટર પાસે જઈ તેઓને મીઠાઈ ખવડાવીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી, અને કોઈ પણ પ્રકારની તહેવારની રજા રાખ્યા વિના લોકોની ફરજમાં જોડાનારા આવા કર્મનિષ્ઠોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
 આ વેળાએ તેમની સાથે જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરા તથા અન્ય અગ્રણીઓ, કાર્યકરો, જોડાયા હતા ધારસભ્ય દિવ્યેશભાઈ અકબરીની એસ.ટી. ડિવિઝનના નાના વર્ગના કર્મચારીઓ સાથેની સંવેદના ને નિહાળીને એસ.ટી. ડેપો  પરિસરમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. જામનગર એસટી ડેપોના મેનેજર, કંટ્રોલિંગ અધિકારી અન્ય એસટી ડિવિઝનના અધિકારી- કર્મચારીઓ પણ  ધારાસભ્યના આ મિલન સમારંભમાં જોડાયા હતા, અને નવા વર્ષની શુભકામનાઓની આપ લે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application