રાજકોટ મહાનગરપાલિકામાં શાસકો અને વહીવટી પાંખના ઉચ્ચ અધિકારીઓનો અિકાંડ બાદ પણ કંટ્રોલ ન હોય તેમ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે મુકાયેલા અનિલ બેચરભાઈ મારૂએ માત્ર એક અરજીમાં એનઓસી આપવાના ત્રણ લાખ માંગ્યા હતા. દોઢ માસના સમયગાળામાં મારૂએ ૧૩૯ જેવા ફાયર એનઓસી ઈસ્યુ કર્યા છે. તો તેમાં કેટલો વહીવટ થયો હશે ? એ તપાસનો વિષય બન્યો છે. હાલ તો એસીબીએ ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા છે. તપાસમાં કાંઈ નવી વિગતો ખુલશે કે કેમ ? તે જોવાનું રહ્યું.
રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના રેગ્યુલર ફાયર ચીફ ઈલેશ ખેર અિકાંડમાં તથા સાથીદાર ડેપ્યુટી ઓફિસર અપ્રમાણસર મિલકતના ગુનામાં જેલમાં છે. રાજકોટ ફાયર બ્રિગેડની ખાલી પડેલી જગ્યા પર સરકારે ભુજ ફાયર વિભાગના અનિલ મારૂને ગત તા.૨૯૬ના રોજ રાજકોટ મહાપાલિકાના ઈન્ચાર્જ ફાયર ચીફ ઓફિસર તરીકે મુકયા હતા. દોઢ માસના ગાળામાં જ અનિલ મારૂને એસીબીની ટીમે એક દિવસ પહેલા મહાપાલિકા કચેરીમાં અનિલને તેની ચેમ્બરમાં જ ૧.૮૦ લાખની લાંચ લેતા ઝડપી પાડી ગઈકાલે ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા છે.
બિલ્ડીંગને ફાયર એનઓસી આપવા ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતા. જેમાં ૧.૨૦ લાખ ગત માસે લઈ લીધા હતા અને બીજા બાકીના ૧.૮૦ લાખ લેવાના હતા. અરજદારે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે ડીવાયએસપી કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ ટ્રેપ ગોઠવી હતી અને અનિલને પકડી લીધો હતો.
દોઢ માસ પુર્વે તા.૨૯૬ના રોજ રાજકોટ આવેલા અનિલે એનઓસી આપવાના પણ ખટકો રાખ્યો હોય તેમ ૧૩૯થી વધુ એનઓસી ઈસ્યુ કરી દીધી હતી. જો એક એનઓસીના ત્રણ લાખ માંગ્યા અને સપડાયો તો અગાઉના એનઓસીમાં જો લાંચ લીધી હશે તો આ આંકડો દોઢ કરોડથી ઉપર હશે. કહેવાય છે કે, અરજીના ભાવ ડબલ કરી નાખ્યા હતા અને એક પણ અરજી એમને એમ પાસ થતી ન હતી.
રાજકોટમાં ૧૫૦ ફત્પટ રીંગરોડ પર કલાઉડ–૯ ફલેટમાં રહેતા અનિલના રહેણાંકના સર્ચમાં તો એસીબીને ખાસ કઈં મળ્યું નથી. માટે લાંચ લેવા જતાં પ્રથમ ગ્રાસે મક્ષીકા આવી અને પકડાયો કે પછી દોઢ માસમાં ભેગો કરેલો ભુકો અગાથી જ સગેવગે કરી નાખ્યો હશે ? એસીબીની ટીમ રીમાન્ડ દરમિયાન શું કઢાવી શકે ? તેના પર મદાર છે. એસીબીને હજી અનિલ પાસેથી એવી ખાસ કોઈ કડી મળી નથી. એસબીથી જાણકાર કે ચબરાક અનિલ પાસેથી એસીબી શું વિગતો મેળવી શકે તે જોવાનું રહ્યું
જો અરજી પરત ખેંચો તો પણ નોટિંગ કરી નાખીશ નામે ખંખેરી લેવાતા !!
પ્રોપર્ટી, વ્યવસાયીક સ્થળો સીલ થયા હોય તેમને તો સીલ ખોલવાની તડામાર જરૂરીયાત હોય જેથી નિવૈધ પણ દેવા પડતા હતાની ચર્ચા છે. ફાયરના અંતર્ગત સુત્રો, જાણકારોના કહેવા મુજબ પહેલા જો અરજી પરત ખેંચવી હોય તો નિવૈધની કોઈ સિસ્ટમ ન હતી. અત્યારના ચકકરમાં એનઓસી માટે બધુ રેગ્યુલર હોય ચેકીંગ રીપોર્ટ ઓકે હોય છતાં ચઢાવો લેવાતો. જો કોઈ અરજદાર આનાકાની કરે અને અરજી પરત લેવાનું કહે તો અરજી પર નોટીંગ થઈ જશે તેમ કહી કે ડર બતાવીને પણ વહીવટ કરી લેવાતો હતો. જો આવું બધું થયું હોય તો તે તપાસનો વિષય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech