ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને એક્ટર અનુપમ ખેરે લોકોને ગેરમાર્ગે દોર્યા
ભારતની ચાર ફિલ્મો ઓલરેડી ઓસ્કારની યાદીમાં શોર્ટલિસ્ટ થઇ ગઇ છે
ધ કશ્મીર ફાઈલ્સને ઓસ્કર એવોર્ડ સાથે જોડતા વિવેક અગ્નિહોત્રી અને અનુપમ ખેર જે દાવો કર્યો છે, તે ભ્રામક છે. ફિલ્મને ફક્ત રિમાઈન્ડર લિસ્ટમાં નાખી છે, તેને શોર્ટલિસ્ટ કરવામાં આવી નથી. એટલે વિવેક અને અનુપમ ખેરે લોકોને ગેરમાર્ગે દોર્યા છે.
10 જાન્યુઆરીએ ધ કશ્મીર ફાઈલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ઓસ્કર્સ 2023ને લઈને એક ટ્વિટ કરી દાવો કર્યો હતો કે તેમની ફિલ્મ ઓસ્કર્સ 2023 માટે પહેલી યાદીમાં શોર્ટલિસ્ટ થઈ છે. વિવેકે લખ્યું હતું
ધ કશ્મીર ફાઈલ્સને ઓસ્કર્સ 2023 માટે ધ એકેડમીની પ્રથમ યાદીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ભારતની 5 ફિલ્મોમાંથી એક છે. હું એ તમામને ખૂબ ખૂબ શુભકામના આપું છું. ભારતી સિનેમા માટે એક મહાન વર્ષ.
અન્ય એક ટ્વિટમાં વિવેકે લખ્યુ હતું કે..પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, અનુપમ ખેર તમામ સર્વશ્રેષ્ઠ અભિનેતા કેટેગરી માટે પસંદ થયા છે. આ તો બસ શરુઆત છે, આગળ લાંબી સફર છે. આ તમામને શુભકામનાઓ આપો.
તો વળી ફિલ્મના એક્ટર અનુપમ ખેરે ટ્વિટ કરીને લખ્યું હતું કે ધ કાશ્મીર ફાઇલ્સ અને મારુ નામ ઓસ્કર 2023 માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં પસંદ થવા બદલ ખુશી થઈ. શોર્ટ લિસ્ટ તરીકે અમારી આ મોટી જીત છે. લિસ્ટમાં અન્ય ભારતીય ફિલ્મોને પણ શુભકામના. ભારતીય સિનેમાની જય હો!
વાસ્તવમાં વિવેક અગ્નિહોત્રી જે લિસ્ટની વાત કરી રહ્યો છે તેને શોર્ટલિસ્ટ નહીં પણ હકીકતમાં રિમાઈન્ડર લિસ્ટ કહે છે. ઓસ્કાર એકેડમીએ આ લિસ્ટને લઈને ઓસ્કર્સની સત્તાવાર વેબસાઈટ પર 9 જાન્યુઆરી, 2023ના રોજ પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. તેમાં દુનિયાભરની કુલ 301 ફિલ્મો સામેલ છે, જે 95મા એકેડમી એવોર્ડ્સ અથવા ઓસ્કર્સ માટે એલિજીબલ એટલે કે, યોગ્ય માનવામાં આવી છે. અહીં એલિજીબલ શબ્દ પર ધ્યાન આપવાની જરુર છે. કેમ કે તેનો અર્થ શોર્ટ લિસ્ટેડ જરાં પણ થતો નથી.
ધ્યાન આપનારી વાત એ છે કે આ લિસ્ટ માટે કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે, પણ અરજીકરનારા વ્યક્તિએ અમુક શરતો પુરી કરવાની હોય છે, જે ઓસ્કર્સની સત્તાવાર વેબસાઈટ પર આપેલી છે
એકેડમી પુરસ્કાર માટે લાગૂ નિયમો અંતર્ગત ફિલ્મ કન્સિડર કરવા માટે ફીચર ફિલ્મોને છ અમેરિકી શહેરોમાં કમ સે કમ એક શહેરમાં સાત દિવસ સુધી ન્યૂનતમ ક્વાલિફાઈંગ રન પુરો કરવાનો રહેશે. આ શહેર છે લોસ એંજેલિસ, શિકાગો, ન્યૂયોર્ક સિટી, મિયામી, ફ્લોરિડા અને ઈલેનોય.
બેસ્ટ પિક્ચરમાં એલિજિબલ હોવા માટે ફિલ્મને એક એકેડમી પ્રેજેન્ટેશન અને ઈન્ક્લૂઝન સ્ટેન્ડર્ડ ઉપરાંત સર્ટિફિકેટ આપવાનું હોય છે, જે ગોપનીય હોય છે. આ સમગ્ર પ્રેસ રિલીઝમાં ક્યાંય પણ શોર્ટલિસ્ટ શબ્દનો ઉલ્લેખ કરાયો નથી, જેનો વિવેક અગ્નિહોત્રી દાવો કરી રહ્યા છે.
સરળ ભાષામાં કહીએ તો, વિવેકની ફિલ્મ દ કશ્મીર ફાઈલ્સે ફક્ત ઓસ્કર માટેના માપદંડો પુરા કર્યા છે, પણ કોઈ ફિલ્મનું શોર્ટલિસ્ટ હોવું અલગ પ્રક્રિયા છે. આ વાતની કોઈ ગેરેન્ટી નથી કે, કશ્મીર ફાઈલ્સ રિમાંઈડર લિસ્ટમાં છે, તો તેને શોર્ટલિસ્ટ પણ થશે. આમ પણ મેજર કેટેગરીમાં ફિલ્મો શોર્ટલિસ્ટ થઈ ચુકી છે.
ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ
ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ
ઈંટરનેશનલ ફીચર ફિલ્મ
મેકઅપ એન્ડ હેરસ્ટાઈલિંગ
મ્યૂઝિક (ઓરિજિનલ સ્કોર)
મ્યૂઝિક (ઓરિજિનલ સોંગ)
એનિમેટેડ શોર્ટ ફિલ્મ
લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ
સાઉંડ
વિઝ્યુઅલ ઈફેક્ટ્સ
તેમાં ઈંટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારત તરફથી ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' મોકલવામાં આવી છે. આ ફિલ્મને શોર્ટલિસ્ટ પણ કરવામાં આવી છે. RRR ફિલ્મના ગીત નાટૂ નાટૂને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. સાથે જ કાર્કિત ગોન્ઝાલ્વિસની ડોક્યુમેન્ટ્રી The Elephant Whisperers ડોક્યુમેન્ટ્રી શોર્ટ કેટેગરીમાં શોર્ટ લિસ્ટ થઈ છે. તો વળી શૌનક સેનની ચર્ચિત ડોક્યુમેન્ટ્રી All That Breathes ને ડોક્યુમેન્ટ્રી ફીચર કેટેગરીમાં પસંદ કરાઈ છે. બસ આ ચાર નામ છે, બાકી કોઈને પણ કન્સિડર કરવામાં નહીં આવે.95મા એેકેડમી એવોર્ડ માટે નોમિનેશનનું વોટિંગ 12-17 જાન્યુઆરી સુધી થશે. જે 301 ફિલ્મો રિમાઈન્ડર લિસ્ટમાં રાખવામાં આવી છે. તેમના માટે પણ એકેડમીના એક્ટિવ મેમ્બર્સ આ પીરિયડમાં વોટિંગ કરશે, જો કોઈની પસંદગી થશે, તો ફિલ્મ નોમિનેશન લિસ્ટમાં જગ્યા બનાવી શકશે. ઓસ્કર 2023ની ફાઈનલ નોમિનેશનની ઘોષણા 24 જાન્યુઆરી 2023ના રોજ થશે. બાદમાં ફાઈનલ 12 માર્ચ 2023ના રોજ ઓસ્કર એવોર્ડ સેરેમની યોજાશે. જ્યાં નોમિનેટેડ ફિલ્મોમાંથી વિજેતાઓને એવોર્ડ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech