સદીના અંત સુધીમાં હિંદ મહાસાગર 3 ડિગ્રી વધારે ગરમ થવાની શક્યતા

  • April 29, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિંદ મહાસાગરમાં સમુદ્રની સપાટી 2020 અને 2100 ની વચ્ચે 1.4 ડીગ્રી સેલ્સિયસ થી 3 ડીગ્રી સેલ્સિયસ સુધી ગરમ થવાની ધારણા છે. જે ચક્રવાતને વધુ તીવ્ર બનાવશે, ચોમાસાને અસર કરશે અને દરિયાની સપાટીમાં વધારો કરશે. એક નવા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે.
આ અભ્યાસ ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા (આઈ.આઈ.ટી.એમ), પૂણેના આબોહવા વૈજ્ઞાનિક રોક્સી મેથ્યુ કોલના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો. હિંદ મહાસાગરમાં, સપાટીથી 2,000 મીટરની ઊંડાઈ સુધી ગરમીનો પ્રવાહ હાલમાં દર દાયકામાં 4.5 ઝેટા-જ્યૂલ્સના દરે વધી રહ્યો છે અને ભવિષ્યમાં દર દાયકામાં 16-22 ઝેટા-જ્યૂલ્સના દરે વધવાનો અંદાજ છે.

ગરમી પરમાણુ વિસ્ફોટ જેટલી વધારે હોઈ શકે
અભ્યાસ અનુસાર, હિંદ મહાસાગરના પાણીની ઝડપથી ગરમી માત્ર તેની સપાટી સુધી મર્યિદિત નથી. હિંદ મહાસાગરમાં સપાટીથી 2,000 મીટરની ઊંડાઈ સુધી ગરમીનું પ્રમાણ હાલમાં દર દાયકામાં 4.5 ઝેટા જોલના દરે વધી રહ્યું છે. ભવિષ્યમાં તે દર દાયકામાં 16-22 ઝેટા-જુલ્સના દરે વધવાનો અંદાજ છે. આબોહવા વિજ્ઞાની કોલ કહે છે કે ગરમીના જથ્થામાં ભાવિ વધારો એટોમિક બોમ્બના વિસ્ફોટ (હિરોશિમાની જેમ) વિસ્ફોટથી ઉત્પન્ન થતી ઊર્જા જેવો જ હશે.

સમુદ્રમાં કાયમી હીટવેવની સ્થિતિ
અભ્યાસમાં બહાર આવ્યું છે કે દરિયાઈ હીટવેવ્સ (અસામાન્ય રીતે ઊંચા સમુદ્રી તાપમાનનો સમયગાળો) દર વર્ષે 20 દિવસ (1970-2000) થી વધીને દર વર્ષે 220-250 દિવસ થવાનો અંદાજ છે. આ 21મી સદીના અંત સુધીમાં ઉષ્ણકટિબંધીય હિંદ મહાસાગરને કાયમી ’હીટવેવ’ સ્થિતિની નજીક ધકેલી દેશે. દરિયાઈ હીટવેવ્સ દરિયાઈ ઘાસનો નાશ કરે છે અને જળચર ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે છે. ટૂંકા ગાળામાં ચક્રવાત મજબૂત થવાનું આ પણ એક મોટું કારણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News