લોકસભા ચૂંટણી માટે લાગેલા ઝટકામાંથી બહાર આવ્યા બાદ ઇન્ડિયા ગઠબંધન ફરીથી પાટા પર આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેની શઆત ઉત્તર પ્રદેશથી થઈ છે. યુપીની ૮૦ સીટો પર સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણીની જાહેરાત કરવામાં આવી હતી. યુપીની ૮૦ લોકસભા સીટોમાંથી કોંગ્રેસ ૧૭ સીટો પર ચૂંટણી લડશે. બાકીની ૬૩ બેઠકો પર સપા અને અન્ય સાથી પક્ષો ચૂંટણી લડશે. આ પછી કુલ ૨૨૧ લોકસભા સીટો પર ઈન્ડિયા એલાયન્સના સિંગલ ઉમેદવારો ઉભા જોવા મળી રહ્યા છે. દિલ્હીની સાત બેઠકો પર એક–બે દિવસમાં નિર્ણય આવે તેવી શકયતા છે. જો દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે સમજૂતી થાય છે તો ઈન્ડિયા એલાયન્સની સિંગલ ઉમેદવાર સીટોની સંખ્યા ૨૨૮ પર પહોંચી જશે.
ઇન્ડિયા ગઠબંધનને કેટલાક સમયથી આંચકાઓ મળી રહ્યા હતા. પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને કેરળમાં ગઠબંધનની સિંગલ ઉમેદવાર ફોમ્ર્યુલા નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ વચ્ચેની વાતચીત બાદ બંને પક્ષો વચ્ચે બેઠકો અંગે સમજૂતી થઈ હતી. દિલ્હીને લઈને હજુ પણ દુવિધા છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ માટે ત્રણ બેઠકો અને આપ વચ્ચે ચાર બેઠકો પર ચૂંટણી લડવા માટે સૈદ્ધાંતિક સમજૂતી થઈ છે. બેઠકોના નામને લઈને મૂંઝવણ છે. એક–બે દિવસમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
યુપીમાં આ સીટો કોંગ્રેસને જશે
રાયબરેલી, અમેઠી, કાનપુર નગર, ફતેહપુર સિકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી, દેવરિયા.
મહારાષ્ટ્ર્રમાં જાહેરાત બાકી
મહારાષ્ટ્ર્રમાં કોંગ્રેસ, એનસીપી શરદ પવાર અને શિવસેના ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા છે. મુદ્દો ઉકેલાઈ ગયો છે પરંતુ હજુ ઔપચારિક જાહેરાત થવાની બાકી છે.
બિહાર–ઝારખંડમાં કોઈ સમસ્યા નહીં
બિહારમાં કોંગ્રેસ–આરજેડી અને ઝારખંડમાં કોંગ્રેસ, જેએમએમ અને આરજેડી વચ્ચે ગઠબંધન છે. બંને રાયોમાં સાથી પક્ષો રાહત્પલની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા છે. અહીં બહત્પ સમસ્યા નથી. બીજી તરફ તમિલનાડુમાં ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન અકબધં છે. ત્યાં કમલ હાસનની પાર્ટીને સાથે લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમને લોકસભા કે રાયસભામાં સ્થાન આપવાની ચર્ચા ચાલી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech