ગુજરાત હાઇકોર્ટ ફરી એક વખત હેલ્મેટનાં કાયદા અંગે કડક થઇ છે અને રાય સરકારને જરી નિર્દેશો આપ્યા છે. ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તાઓ અંગેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાય સરકારને હેલ્મેટ પહેરવાના નિયમને સખત રીતે પાલન કરાવવા આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે જે કોઈ વ્યકિત હેલ્મેટ પહેરતા ન હોય તેઓને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવા નિર્ણય લેવો જોઈએ.હાઇકોર્ટે નવરાત્રી પહેલા જ આ નિયમ લાગુ કરવા જણાવ્યું છે.
ટ્રાફિકની સમસ્યા અને ખરાબ રસ્તાઓ ને લઇ ગુજરાત હાઇકોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે. ત્યારે હાઈકોર્ટે રાય સરકારે હેલ્મેટ પહેરવાના નિયમને સખત રીતે પાલન કરાવવા આદેશ આપ્યો છે. સાથે સાથે કહ્યું કે, ' જે કોઈ વ્યકિત હેલ્મેટ પહેરતા ના હોય તેઓને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવા નિર્ણય લેવો જોઈએ.
અમદાવાદ સહિત મહાનગરોની ટ્રાફિક વ્યવસ્થા અંગેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં થઈ હતી. જેમાં હિયરિંગ દરમિયાન ગુજરાત હાઇકોર્ટે વધુ એક વખત રાય સરકારને હેલ્મેટ પહેરવાના નિયમને સખત રીતે પાલન કરાવવા આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે, જે કોઈ વ્યકિત હેલ્મેટ પહેરતા ન હોય તેઓને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવા નિર્ણય લેવો જોઈએ.
ટ્રાફિક અંગેની જાહેર અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને કહ્યું કે, 'અગાઉ પણ આદેશ આપવામાં આવ્યા હતા છતાં પણ હજુ સુધી હેલ્મેટ ફરજિયાતના નિયમનોનુ પાલન થતું નથી અને કોઈ હેલ્મેટ પહેરતું નથી દેખાતું. નવરાત્રિના દિવસો નજીક આવી રહ્યા છે એટલે એવા અહેવાલો આવશે કે આ તહેવારો દરમિયાન હેલ્મેટ પહેરવાના નિયમો હળવા બનાવવા જોઈએ. પરંતુ આ સમયે જ સૌથી મોટા અકસ્માતો થાય છે.'
આ અંગેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વધુમાં કહ્યું કે, 'હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ ઝુંબેશ શ કરવી જોઈએ અને જે કોઈ ત્રણ વખત હેલ્મેટ પહેર્યા વગર ઝડપાય તો તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાની પણ સરકારે તૈયારી રાખવી જોઈએ. નહિતર આ કાનૂનનું કોઈ અમલ થશે નહીં. આજના લોકો દંડના પિયા ભરવા તૈયાર થઈ જાય છે પરંતુ નિયમનો અમલ કરતા નથી. લોકો રોજે ખુશીથી નિયમનો દુપયોગ કરે છે, નિયમ ભગં કરે છે. નવરાત્રિ પહેલા હેલ્મેટનું પાલન સખત રીતે થવું જોઈએ.નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ ટુ વ્હીલરમાં પાછળની સીટ પર બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ અમદાવાદ શહેરમાં હજી સુધી તેનો અમલ થયો નથી. આથી હાઇકોર્ટે નવરાત્રીના સમયમાં હેલ્મેટ પહેરવાનો નિયમનો કડકાયથી પાલન થાય એવાં હત્પકમ કયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech