ગુજરાત સરકાર સામે હાઇકોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે પોલીસ ભરતી ભરતીના મુદ્દે બિલકુલ ગંભીરતા નહીં હોવાની ટકોર સાથે હાઇકોર્ટે એવું પણ નોંધ્યું છે કે અમારા હુકમો ને તમે મજાક બનાવી દીધા છે અને સાફ શબ્દોમાં જણાવ્યું છે કે પોલીસ ભરતી ની માટે આગામી જવાબ સ્પષ્ટ નહીં હોય તો અદાલત ક્ધટેમ્પ્ટની કાર્યવાહી એટલે કે અદાલતી તિરસ્કારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેની સરકારની નીતિને લઇ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.કોમી તોફાનો દરમ્યાન જાહેર મિલ્કત અને જાનમાલને થતા નુકસાન અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓમોટોની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજયમાં પોલીસ ભરતી અને બઢતી અંગેની સરકારની નીતિને લઇ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હાઇકોર્ટે સરકારની બેવડી નીતિ અને ધોરણો પરત્વે ભારોભાર નારાજગી વ્યકત કરી અને સરકારને સીધો જ સવાલ કર્યો હતો કે, સીધી ભરતીની પ્રક્રિયા માટે તમે શું કરી રહ્યા છો એ વાત કરો, અમારે બીજું કંઇ સાંભળવુ નથી અને ભરતી પ્રક્રિયા કયારે કરશો એ સ્પષ્ટ જવાબ આપો. નહી તો હવે અદાલત આ સમગ્ર મામલે અદાલતી તિરસ્કારની કાર્યવાહી હાથ ધરશે. લાગે છે કે, સરકાર હાઇકોર્ટના હુકમોને મજાક સમાન બનાવી રહી છે. હાઇકોર્ટે રાજય સરકાર પાસેથી પોલીસ ભરતી મુદ્દે સીધો અને સ્પષ્ટ જવાબ માંગ્યો હતો.
રાજય સરકાર દવારા રજૂ કરાયેલી વિગતો પર કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ખાસ કરીને 252 અધિકારીઓની બઢતી મામલે જીપીએસસીની મંજૂરી બદલ ગુજરાત હાઇકોર્ટે વેધક સવાલ ઉઠાવ્યા હતા અને સરકારને ફ્ટકાર લગાવતાં જણાવ્યું હતું કે, જો ભરતીની પ્રક્રિયા માટે સરકારે પોલીસ ભરતી બોર્ડ અલગથી બનાવ્યું હોય તો પછી જીપીએસસીની મંજૂરીની જરૂર કેમ? જો પોલીસને લગતી બાબતો માટે અલગથી બોર્ડ અમલમાં છે તો આ પ્રક્રિયા અનુસરવાની કેમ જરૂરિયાત ઉભી થઇ? પ્રસ્તુત કેસમાં એક, બે નહી પરંતુ 252 પોલીસ અધિકારીઓની બઢતીનો મામલો સામે આવ્યો છે, તેથી સમગ્ર મામલાને અદાલતે ગંભીરતાથી લેવાની જરૃર છે.
હાઇકોર્ટે સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ભરતી અને બઢતી મામલે હાઇકોર્ટનો મિજાજ પારખી સરકારપક્ષ તરફ્થી આ અંગે યોગ્ય ઘટતુ કરવાની હૈયાધારણ અપાઇ હતી.હાઇકોર્ટે રાજય સરકારને એવી પણ ગંભીર ટકોર કરી હતી કે, જો સરકારને જરૂર જણાય તો તે અન્ય રાજયોના પોલીસ ભરતીના નિયમો અને જોગવાઇઓની પણ સમીક્ષા કરી શકે છે. કારણ કે, પોલીસ ભરતી અને બઢતીના મામલામાં ગંભીરતા રાખી ઝડપથી કાર્ય થાય તે બહુ જરુરી છે.
કોર્ટે સરકારને સીધુ પુછી લીધુ હતુ કે રાજયમાં પોલીસ વિભાગમાં સીધી ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવા સરકાર શું કરી રહી છે...? બીજી બધી પ્રક્રિયાઓ શું છે, તે અમારે જાણવુ નથી. બસ અમને સીધેસીધુ એટલું કહો કે, તમે ભરતી પ્રક્રિયા કયારે કરશો અને કયાં સુધીમાં પૂર્ણ કરશો પોલીસ અધિકારીઓને ભરતી વિના વધારાની જવાબદારી સોંપાય તો તેમની પાસે સંતોષકારક કામ પૂર્ણ થવાની આશા કેવી રીતે રાખી શકાય. સરકારપક્ષ તરફ્થી રજૂ થયેલા સોગંદનામાને લઇને પણ હાઇકોર્ટે ભારે અસંતોષ અને નારાજગી વ્યકત કયર્િ હતા અને ગંભીર ટકોર કરી હતી કે, અદાલત દ્વારા જારી કરવામાં આવેલા હુકમોનું સરકાર દ્વારા મજાક બનાવવાવામાં આવી રહી હોય એવું જણાઇ રહ્યું છે. જેથી સરકારપક્ષ તરફ્થી આવો કોઇ પણ ઇરાદો નહી હોવાનો બચાવ કરી હાઇકોર્ટ સમક્ષ માફી વ્યકત કરવામા આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech