હાઈકોર્ટે કારણ વગર જામીન પર એક વર્ષ સુધી સ્ટે મુકતા સુપ્રીમ પણ ચોંકી

  • July 12, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટે ગતરોજ દિલ્હી હાઈકોર્ટે કોઈ પણ કારણ આપ્યા વિના નિયમિત જામીનના આદેશ પર રોક લગાવવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ઉપરાંત કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ટ્રાયલ કોર્ટ દ્વારા જામીનના આદેશો પર વચગાળાના સ્ટે લંબાવવાના હાઇકોર્ટના આદેશોનો બચાવ કરવા માટે પ્રશ્ન કર્યો હતો.
સુનાવણી દરમિયાન જસ્ટિસ અભય એસ. ઓકે સવાલ કયર્િ હતા કે, જ્યારે જામીન આપવાનો તર્કસંગત આદેશ હોય, ત્યારે શું તે આદેશને સહેલાઈથી રોકી શકાય? શું તેને એક વર્ષ સુધી સરળતાથી રોકી શકાય? આપણે શું સંકેત આપી રહ્યા છીએ?
જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની ડિવિઝન બેંચ મની લોન્ડરિંગ કેસના આરોપી પરવિંદર સિંહ ખુરાનાની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનના આદેશ પર કામચલાઉ સ્ટે આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે ગયા વર્ષે જૂનમાં ખુરાનાને જામીન આપ્યા હતા. ઇડીએ જામીન રદ કરવાની માંગ કરી હતી, જે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. હાઈકોર્ટે અસ્થાયી ધોરણે જામીન પર સ્ટે મૂક્યો હતો અને સમયાંતરે વચગાળાના આદેશો પસાર કરવાનું ચાલુ રાખ્યું હતું.
જસ્ટિસ ઓકે કહ્યું, આ આઘાતજનક છે. તે કોઈ આતંકવાદી ન હોય તો તેને આટલો સમય રોકી રાખવાનું શું કારણ છે? ઇડીના વકીલ ઝોહૈબ હુસૈને જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટે તમામ પરિબળોને ધ્યાનમાં લીધા વિના જામીનનો આદેશ પસાર કરાયો હતો. તેમણે કહ્યું કે આરોપી ઈમાનદાર નથી કારણ કે દલીલો પૂરી થઈ ગયા પછી પણ જજ પણ આ કેસથી અલગ થઈ ગયા હતા. હુસૈને કોર્ટને જણાવ્યું કે દિલ્હી હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશોએ આદેશ અનામત રાખ્યા પછી એક જજે જામીન રદ કરવાની ઇડીની અરજીમાંથી પોતાને અલગ કરી લીધા. કોર્ટે સવાલ કર્યો હતો કે ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા તર્કસંગત જામીનના આદેશ પર સ્ટે આપવાના દિલ્હી હાઈકોર્ટના વન-લાઈન આદેશનો ઈડી કેવી રીતે બચાવ કરી શકે. હુસૈને કહ્યું કે કોર્ટ તેના આદેશમાં કારણો આપે છે કે નહીં તેના પર પક્ષકારોનું નિયંત્રણ નથી અને આ સ્થિતિમાં તેણે ફરિયાદ પક્ષની લાચારી વ્યક્ત કરી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોપી ગુનાની મોટી રકમની લોન્ડરિંગમાં સંડોવાયેલા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે સ્વતંત્રતાના પાસા વિશે ચિંતિત છીએ. જામીન મંજૂર થયા પછી વ્યક્તિને એક વર્ષ સુધી જેલમાં રહેવું પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application