નવી દિલ્હીમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીને સમગ્ર દેશમાં મિશન મોડમાં અમલી કરવા બદલ અંત:કરણપુર્વક આભાર માન્યો હતો.
ભારતના ખેડુતો, ભારતની ભુમિ, ભારતના પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શઆત કરી છે.ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને પ્રાકૃતિક કૃષિને મિશન મોડમાં દેશવ્યાપી બનાવવા બદલ તેમનો અંત:કરણ પુર્વક આભાર માન્યો હતો.
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પહેલ ભારતના ખેડુતો અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે.આ મહત્વના નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હૃદયપુર્વક આભાર માનતા તેમણે કહ્યું કે, આ યોજના પ્રધાનમંત્રીના દુરંદેશીભર્યા નેતૃત્વને કારણે જ શક્ય બની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રાલય હસ્તક રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને સ્વતંત્ર કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે મંજુરી આપવામાં આવી છે.આ યોજનાથી પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં પ્રોત્સાહન આપવામાં આવશે.
આ નિર્ણય અનુસાર પ્રાકૃતિક ખેતીને સમગ્ર દેશમાં અમલી કરવા માટે કુલ .૨૪૮૧ કરોડનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે,
જેમાંથી .૧૫૮૪ કરોડ કેન્દ્ર સરકાર અને .૮૯૭ કરોડ રાજ્ય સરકારો દ્વારા ખર્ચ કરવામાં આવશે.આ મિશન અંતર્ગત ૧૦.૦૦૦ જૈવિક-ઇનપુટ રિસોર્સ સેન્ટર્સની સ્થાપના કરવામાં આવશે, જેથી ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટે જરી સંસાધનો ઉપલબ્ધ થઈ શકે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કૃષિ વિશ્વવિદ્યાલયો અને ખેડુતોના ખેતરોમાં પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ વિકસાવવામાં આવશે.મિશનના લાભોની વાત કરતાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનથી સૌને આરોગ્યપ્રદ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થશે.ખેડુતોનો ખેતી ખર્ચ અને બહારના ઇનપુટ પરની નિર્ભરતા ઘટશે.જમીનના આરોગ્ય અને જૈવ વૈવિધ્યમાં પણ સુધારો થશે.આ યોજનાથી સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીનો ફેલાવો થશે, ગ્રામ પંચાયતોના ૧૫.૦૦૦ ક્લસ્ટર્સ મારફતે ૧ કરોડ ખેડુતો સુધી પ્રાકૃતિક ખેતી પહોંચશે અને દેશના ૭.૫ લાખ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કાર્યાન્વિત થશે.પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા રાજયપાલે જણાવ્યું કે, આ મિશન ખેડુતોના જીવનધોરણમાં સુધારો લાવશે, જૈવવૈવિધ્યની રક્ષા કરશે અને કૃષિ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું સાબિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech