રાજકોટ મહાનગરપાલિકામાં આગામી તા.18 જુલાઇના રોજ જનરલ બોર્ડની મિટિંગ મળનારી છે જેનો એજન્ડા આજરોજ પ્રસિધ્ધ થતાની સાથે જ વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઇએ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ અને પૂર્વ ટીપીઓ સાગઠિયાકાંડ મામલે શ્રેણીબધ્ધ સવાલો બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં ઇનવર્ડ કરાવ્યા છે, જેથી જનરલ બોર્ડમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ અને પૂર્વ ટીપીઓ સાગઠિયાકાંડ મુદ્દે કોંગ્રેસ ધબધબાટી બોલાવે તેવા એંધાણ હાલથી જ વતર્ઇિ રહ્યા છે, ખાસ કરીને પ્રશ્નકાળમાં ઇનવર્ડ કરાવેલા વ્યૂહાત્મક પ્રશ્નોના શાસકો- કમિશનર શું જવાબો આપશે ? તેના ઉપર પણ સૌની મીટ મંડાઇ છે.
એકંદરે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ અને પૂર્વ સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાકાંડ મામલે જનરલ બોર્ડ મિટિંગ તોફાની બનશે.
જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં વોર્ડ નં.15ના કોંગ્રેસી કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ એવો સવાલ પૂછ્યો છે કે ટીઆરપી ગેમઝોન માટે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ, ફૂડ વિભાગ તથા જગ્યા રોકાણ વિભાગની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ ? ગેમઝોન પાસે ફાયર એનઓસી હતું કે કેમ ? અગાઉ સપ્ટેમ્બર-2023માં પણ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી ત્યારે કયા કયા ફાયર સ્ટેશનોમાંથી ટેન્કરો ગયા હતા ? તેમાં કેટલા ડ્રાઈવરો અને ફાયરમેન સ્થળ ઉપર કામગીરી માટે ગયા હતા ? ગેમઝોનને કલમ 260 (1) અને (2) હેઠળની નોટિસ અપાઇ હતી કે કેમ ? આ તમામ સવાલોના સંપૂર્ણ વિગતો સાથે જવાબો માંગવામાં આવ્યા છે.
જ્યારે વોર્ડ નં.15ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કોમલબેન ભારાઇએ જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં એવા સવાલો ઇનવર્ડ કરાવ્યા છે કે છેલ્લા ચાર વર્ષમાં એટલે કે તા.1-4-2020થી તા.31-4-2024 સુધીના સમયગાળામાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામોને કલમ-260 (1) અને 260 (2) હેઠળની કુલ કેટલી નોટિસો ઇસ્યુ કરાઈ છે ? તેમાં નોટીસની સમય મયર્દિા પૂર્ણ થયે કેટલા બાંધકામોનું ડિમોલિશન થયું છે ? જે ગેરકાયદે બાંધકામોને નોટિસ અપાઇ છે પરંતુ ત્યારબાદ ડિમોલિશન કરાયું નથી ત્યાં આગળ હવે ક્યારે ડિમોલિશન કરાશે ? રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં કોર્પોરેટરો સહિત નાગરિકોએ કરેલી કેટલી ફરિયાદો પેન્ડિંગ છે ? જે ફરિયાદોનો નિકાલ થયો નથી તેનો કયા કારણોસર નિકાલ થયો નથી ? તે સહિતની સંપૂર્ણ વિગતો જણાવશો. તદઉપરાંત તેમણે અન્ય પ્રશ્નમાં પૂર્વ સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાએ તેમના કાર્યકાળમાં કુલ કેટલી ટીપી સ્કિમો બનાવી ? તેમાં કેટલી પ્રારંભિક અને કેટલી ફાઇનલ ? તેની તમામ વિગતો આપશો તેવો સવાલ પણ પૂછ્યો છે.
સાગઠિયાનો પ્રશ્ર્ન બીજા ક્રમે
રાજકોટ મહાપાલિકામાં આગામી તા.18 જુલાઇએ મળનારી જનરલ બોર્ડ મિટિંગમાં કોંગી કોર્પોરેટરોએ પૂછેલા પ્રશ્નોમાં વશરામ સાગઠિયાનો પ્રશ્ન બીજા ક્રમે, કોમલબેન ભારાઇનો પ્રશ્ન સાતમા ક્રમે અને મકબુલ દાઉદાણીનો પ્રશ્ન છેક 20મા ક્રમે ઇનવર્ડ કરાયો છે. દરમિયાન સુત્રોમાંથી મળતી વિગતો મુજબ જો અગ્નિકાંડ અને સાગઠિયાકાંડનો પ્રશ્ન ચર્ચામાં નહીં લેવાય તો વિપક્ષ કોંગ્રેસ આ વખતે સભાગૃહની અંદર અને બહાર ભારે હંગામો મચાવવાના મૂડમાં છે.કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરોએ કુલ આઠ પ્રશ્નો ઉઠાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech