GST કાઉન્સિલની બેઠકમાં મિલેટ્સથી બનતી પ્રોડક્ટ્સ પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવાયો

  • October 07, 2023 09:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

GST કાઉન્સિલની 52મી બેઠક પૂર્ણ થઈ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં માલસામાન અને સેવાઓ સંબંધિત મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. GST એપ્લેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષની વયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત GST કાઉન્સિલની બેઠકમાં મિલેટ્સથી બનતી પ્રોડક્ટ્સ પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


GST કાઉન્સિલની બેઠક શનિવારે નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવનમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ હતી. GST કાઉન્સિલની આ 52મી બેઠક છે. સરકારે આમાં એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત બાજરીમાંથી બનેલા ઉત્પાદનો પરના ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર હવે આ પ્રોડક્ટ્સ પર 18 ટકાના બદલે 5 ટકા જીએસટી લાગુ થશે.



ટ્રિબ્યુનલના અધ્યક્ષ માટે વય મર્યાદા 70 વર્ષ અને ટ્રિબ્યુનલની લઘુત્તમ વય મર્યાદા 50 વર્ષ નક્કી કરવામાં આવી છે. તો બીજી તરફ ખુલ્લા પાવડરવાળા મિલેટ્સ પર 0 ટકા તો 'પ્રી-પેકેજ અને લેબલવાળી પાઉડર મિલેટ્સ પર 5 ટકા GST લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application