ચૂંટણી પંચે સસ્પેન્સ વધાર્યું! પરિણામ પહેલા 12:૩૦ વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ

  • June 03, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​આજે બપોરે ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ રાખી છે. લોકસભા ચૂંટણી 2024ની મત ગણતરી પહેલા ચૂંટણીના સમાપન સમયે ચૂંટણી પંચે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે.આવું પહેલીવાર થઇ રહ્યું છે કે ચૂંટણી પંચે ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા જ પ્રેસ કોન્ફરન્સ રાખી છે.  આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન દિલ્હીમાં બપોરે 12.30 વાગ્યે કરેલ છે.

ચૂંટણી પંચ દ્વારા મીડિયાને આપવામાં આવેલા આ આમંત્રણમાં લખ્યું છે કે "2024ની સામાન્ય ચૂંટણીઓ પર ભારતીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ."


મતદાનના છેલ્લા તબક્કાના અંત પછીના મોટાભાગના એક્ઝિટ પોલ્સે આગાહી કરી છે કે સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળની એનડીએ આ ચૂંટણીમાં તેના 2019 ના રેકોર્ડ કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. 2019માં એનડીએ ગઠબંધનને 352 બેઠકો મળી હતી. બે એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં જીતેલી 303 બેઠકો કરતાં વધુ બેઠકો જીતી શકે છે. જો 4 જૂનના રોજના પરિણામો એક્ઝિટ પોલ મુજબ આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુ પછી સતત ત્રણ ટર્મ સુધી વડાપ્રધાન બનેલા પ્રથમ વડાપ્રધાન બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application