મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શનિવારે સવારે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા મેયર,ભાવનગરના સાંસદ,બંને ધારાસભ્યો, ભાજપના આગેવાનો,વહીવટી અઘિકારીઓ વગેરેએ તેમનું સ્વાગત કર્યું હતુ.ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતેથી મુખ્યમંત્રીએ ગુજરાત હાઉસિંગ બોર્ડના તરસમિયા શેત્રુંજય રેસીડેન્સીના ૧૪૭૨ આવાસોના લોકાર્પણ તથા ડ્રો તેમજ વર્ધમાનનગર, આદર્શનગર ખાતેના ૪૨૦ રી- ડેવલપમેન્ટ થયેલ આવાસોનું લોકાર્પણ કર્યુ હતુ.
ભાવનગર એરપોર્ટ ખાતે મેયર ભરતભાઈ બારડ, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા , ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડયા, જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેકટર જી. એચ. સોલંકી, મ્યુનિસિપલ કમિશ્નર સુજીત કુમાર, રેન્જ આઇ. જી. ગૌતમ પરમાર, પ્રોબેશનરી આઇ. એ. એસ.અધિકારી આયુષી જૈન, આગેવાન અભયસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ મુખ્યમંત્રીનું ભાવસભર સ્વાગત કર્યુ હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેઘાણી હોલ ખાતેથી ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીનગર હસ્તકના ભાવનગર શહેરના ૨૬૪ એલઆઈજી વર્ધમાન નગર અને ૧૫૬ એલઆઈજી આદર્શનગર ભાવનગરનું રિડડેવલપમેન્ટ રૂપિયા ૩૧.૭૩ કરોડના કામનું લોકાર્પણ, ભાવનગર શહેરના તરસમિયા ખાતે ફેઝ પાંચ પેકેજ નંબર ૩૧ અંતર્ગત ૮૯૬ ઈ ડબલ્યુ એસ-૧ + ૫૭૬ ઈ.ડબલ્યુ.એસ-૨ પ્રકારના ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળના મકાનોનું લોકાર્પણ, ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના ૨.૦૩ કરોડના ખર્ચે બે ફાયર ફાઈટર વાહનોનું લોકાર્પણ, અમૃત ૨.૦ યોજના હેઠળ ૧૨ ઈ.એસ.આર. એલ.ઇ.ડી. સાઇનબોર્ડ ફીટ કરવાની કામગીરીનું તેમજ નવું પીએસઆરને કલર કામ આરસીસી રોડ પેવર બ્લોક ફીટીંગ તથા ઇએસઆર અને ફિલ્ટર પીમાઈસીસની અંદર ગાર્ડન સહિતનું બ્યુટીફિકેશનનું કામનું રૂપિયા ૨.૩૬ કરોડના ખર્ચે ખાતમુર્હૂત, અમૃત ૨.૦ યોજના હેઠળ કંસારા નદીના કાંઠામાં ત્રણ વર્ષની ડિફેક્ટ લાઇબ્રેટરી પિરિયડ સાથે ડ્રેનેજ નેટવર્ક ૬.૭૯ કરોડના ખર્ચે નાખવાના કામનું ખાતમુર્હૂત, સીદસર ટીપી વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઈન ૧૪.૦૩ કરોડના ખર્ચે નાખવાના કામનું ખાતમુર્હૂત, માર્ગ અને મકાન વિભાગના કામો સહિત કુલ ૩૦ પ્રકલ્પોનું રૂ. ૩૧૦.૦૫ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતુ.
આ ઉપરાંત અલંગમાં શીપ રીસેકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયશન દ્વારા મુખ્યમંત્રીનો અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો હતો.આ કાર્યક્રમમાં કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ જીતુભાઇ વાઘાણી, સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech