BREAKING NEWS

સિરામિક–મીઠા ઉધોગ અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને કલેકટરને રૂબરૂ આ અંગે રજૂઆત કરી

  • May 22, 2026 09:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાન અને અમેરિકા–ઇઝરાયલ યુદ્ધની અસર આપણા દેશમાં પણ પડી રહી છે અગાઉ તેલ અને ગેસમાં ભાવવધારો આવ્યા બાદ હવે સપ્લાય ચેન ખોરવાઈ જતા ડીઝલની અછત વર્તાઈ રહી છે ડીઝલની અછતને પગલે મોરબી સિરામિક ઉધોગ, માળિયાનો મીઠા ઉધોગ અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસો લાચારી અનુભવી રહ્યા છે અને જીલ્લ ા કલેકટરને બ મળીને ડીઝલ સમસ્યા નિવારવા રજૂઆત કરવામાં આવી છે.મોરબી સિરામિક મેન્યુફેકચરર્સ એસો પ્રમુખ મનોજ એરવાડિયા દ્રારા જીલ્લ ા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે સિરામિક ઉધોગમાં ૨૪ કલાક પ્રોડકશન કામગીરી ચાલે છે અને ૨૪ કલાક વીજળીની જરત રહે છે હાલ વીજળી પુરવઠામાં અવારનવાર વિક્ષેપ પડે છે જેથી સતત પ્રોસેસ કરતા ઉધોગને મોટું નુકશાન સહન કરવું પડે છે જનરેટર ચલાવી પ્રોડકશન લઈએ છીએ જનરેટર માટે ડીઝલની જરિયાત રહે છે જેથી સિરામિક ઉધોગને જરિયાત મુજબનું ડીઝલ ખરીદવા રીટેઈલ આઉટ લેટ પરથી મંજુરી આપવા માંગ કરી છે તેમજ રીટેઈલ આઉટ લેટ પર સોર્ટ સપ્લાયને કારણે પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી જેથી પુરતી સપ્લાય મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.મીઠા ઉધોગ અગ્રણી દિલુભા જાડેજાએ જણાવ્યું હતું કે કલેકટરને બ મળીને સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ડીઝલ અછત અંગે રજૂઆત કરી હતી મીઠા ઉધોગમાં હિટાચી મશીન અને અન્ય વાહનો વપરાય છે જેથી પ્રોડકશન ચાલુ રાખવા ડીઝલ નિયમિત પૂરતા પ્રમાણમાં મળતું રહે તે જરી છે જે રજૂઆત અંગે જીલ્લ ા કલેકટરે યોગ્ય પગલા લેવાની ખાતરી આપી હતી વધુમાં દિલુભાએ જણાવ્યું હતું કે રોજ મીઠા ઉધોગમાં ૪૦–૫૦ હજાર લીટર ડીઝલ વપરાશ થાય છે અને હાલ ૨૦ હજાર લીટર મળે છે છેલ્લ ા ૨–૩ દિવસથી મુશ્કેલી પડી રહી છે અને સ્થિતિ નહિ સુધરે તો પ્રોડકશન બધં કરવાની ફરજ પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application