ટીઆરપી અગ્નિકાંડના પીડિત પરિવારોને લઈ ભાજપની ટીમ મુખ્યમંત્રીને મળવા પહોંચી

  • July 10, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

\
ટી.આર.પી ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 27 વ્યક્તિના પરિવારો સાથે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મિટિંગ યોજીને તેમની સાથે ચચર્િ કરશે.
પીડિત પરિવારોને સાથે રાખી કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન અપાયું હતું અને તેને સફળતા મળયા પછી બીજા જ દિવસે મળેલી કેબિનેટની બેઠકમાં તેની વિસ્તૃત ચચર્િ પણ થઈ હતી. આ ચચર્િ પછી થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે બેઠકની ઈચ્છા વ્યક્ત કરી રાજકોટ શહેર ભાજપ્ને તે અંગે વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.
મુખ્યમંત્રીની સૂચનાના આધારે આજે રાજકોટથી સવારે અગ્નિકાંડના પીડિત પારોવારોના 24 વ્યક્તિઓ અને ભાજપ્ના આગેવાનોની ટીમ ગાંધીનગર જવા રવાના થઈ છે. બપોરે 12:30 વાગે મુખ્યમંત્રીએ તેમને મિટિંગ માટે બોલાવ્યા છે અને તેમાં મહત્વની જાહેરાત થાય તેવી શક્યતા છે.
અગ્નિકાંડની દુર્ઘટના પછી મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતે આવી ગયા હતા પરંતુ આ બાબતને એક મહિનાથી વધુ સમય પસાર થઈ જવા છતાં પ્રકરણ હજુ ટાઢુ પડ્યું નથી. કોંગ્રેસે આ મામલે બંધના એલાન આપતા પહેલા ઉપવાસ આંદોલન પણ કર્યું હતું. આ પ્રકરણમાં તપાસ ચાલી રહી છે પરંતુ તેનાથી પીડિત પરિવારોને સંતોષ ન હોવાની વાતો પણ વારંવાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવી રહી છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ પીડિત પરિવારો સાથે આજે મીટીંગ કરી છે.
અગ્નિકાંડના બનાવમાં 27 વ્યક્તિઓના મૃત્યુ થયા છે પરંતુ આજે 24 મૃતકના પરિવારો ગાંધીનગર જવા નીકળ્યા હોવાની છે. માહિતી મુજબ એક નેપાળી પરિવાર સાથે ગયો નથી અને બીજા એક મૃતકના પરિવાર હરદ્વાર ગયા હોવાથી તે ગાંધીનગર ગયા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application