નવીબંદર ગામે માછીમારોને થયેલી નુકસાની અંગે મદદનીશ ફિશરીઝ કમિશ્ર્નરે વિગતો મંગાવી

  • September 04, 2024 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના નવીબંદર ગામે ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણી અને વધુ પડતા વરસાદને કારણે માછીમારોની હોડીઓને નુકસાન થયું હતુ તથા માળખાગત રીતે પણ નુકસાન થયું છે તેથી તે અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હોવાથી મદદનીશ કમિશ્ર્નરે વિગતો માંગી છે.
પોરબંદર જીલ્લાના પોરબંદર તાલુકાના નવીબંદર ગામે હાલમાં ઉપરવાસનાં જીલ્લાઓ પડેલ ભારે વરસાદના કારણે ભાદર તથા ઓઝત નદીના પાણીમાં ઘોડાપુર આવેલ હોય, જે અન્વયે ભાદર તથા ઓઝત નદીનાં પાણીમાં ૧૯૮૩ના પુર જેટલો પ્રવાહ પ્રથમ વખત નોંધવામાં આવેલ છે.આ બાબતે મદદનીશ ફિશરીઝ કમિશ્ર્નરને જણાવવાનું કે, નવીબંદર ગામે આવેલ કુદરતી રેતીનો બારા મારફતે જ આ નદીઓનાં પાણીનાં ધસમસતા પ્રવાહનો નિકાલ નવી બંદર ગામે થાય છે. નવીબંદર ગામ એકમાત્ર માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલ ગામ છે.ગામે આર્થિક ઉપાર્જન માટે અન્ય કોઈ વિકલ્પ નથી,નવીબંદર ગામે ગત તા.૨૬.૮.૨૦૨૪ થી તા.૩૦.૮.૨૦૨૪ સુધી થયેલ ઉપરવાસનો તથા અત્રેના ભારે વરસાદનાં કારણે અત્રે બારાની અંદાજીત પહોળાઈ ૧.૫ કી.મી. જેટલી થવા પામી છે.તથા પુષ્કળ માત્રામાં આવેલ પાણીનાં કારણે હાર્બરના કાંઠે પાર્ક કરેલ ૧૦-૧૫ જેટલી નાની-મોટી હોડીઓ તથા માછીમારીને લગત સામાન સહિત હોડીઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલ છે,જે પાણીના પ્રવાહના કારણે અત્રેના ગામે સ્મશાન તથા સી.સી.રોડ પણ સમગ્રપણે દરિયા તરફ વહી ગયેલ છે.નવીબંદર ગામે મોટા પ્રમાણમાં આર્થિક તથા માળખાગત નુકશાની પહોંચેલ છે,આ બાબતે  ફિશરીઝ ટર્મિનલ હોલ થઈ પીસ્તી ભાઠ થઈને દાડમાં દાદા તરફ પ્રોટેકશન દીવાલ નવીબંદર ગામ પુરના સમયે ઘોવાણ ના થાય તે માટે નવીબંદર ગામે સ્મશાન, સ્મશાન તરફ જતાં રસ્તે સી.સી.રોડનું કામ,નવીબંદર-ભાદર આઈ માતાજીના મંદિરને જોડતા રસ્તે ઊંચા કોઝ-વેની કામ જેથી આપત્તના સમયે નવીબંદર ગામ સંપર્ક વિહોણું ન બને જેવાં કામો વહેલીતકે અત્રેના ગામોને ફાળવી આપવા રજુઆત કરવામાં આવી છે, ઉપરોક્ત થયેલ નુક્શાનીઓ બાબતે વહીવટીતંત્રને અત્રેની ગ્રામપંચાયત મારફતે અગાઉ પણ સમયસર જાણ કરવામાં આવેલ છે.વહેલીતકે માનવીય દ્રષ્ટિકોણથી માછીમારોની લાગણીને ધ્યાને લઈ ઉપરોક્ત કાર્મો ફાળવવા રજુઆત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application