વાયુસેનાને આ મહિનાના અંત સુધીમાં સ્વદેશી ફાઈટર મળશે

  • March 19, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ (એચએએલ) આ મહિનાના અતં સુધીમાં ભારતીય વાયુસેનાને પહેલું એલસીએ માર્ક૧–એ ફાઈટર જેટ ડિલિવર કરી શકે છે. એચએએલ એરફોર્સને શકય તેટલી વહેલી તકે પ્રથમ ટીન–સીટર ટ્રેનર સંસ્કરણ એરક્રાટની ડિલિવરી તરફ કામ કરી રહ્યું છે. નોંધનીય છે કે, આ ફાઈટર જેટ મિગનું સ્થાન લેશે અને તેને પાકિસ્તાન બોર્ડર પર તૈનાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર આત્મનિર્ભર ભારત પર ભાર આપી રહી છે. સંરક્ષણ ઉત્પાદનોના ઉત્પાદનમાં સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડનું કહેવું છે કે આ પગલું સ્વદેશી ફાઈટર એરક્રાટ પ્રોજેકટ માટે મોટું પ્રોત્સાહન હશે. એરફોર્સને અધતન જેટ આપવામાં આવશે. અમે ૩૧ માર્ચ સુધીમાં પહોંચાડવા માટે અમારા તમામ શકય એટલા પ્રયાસો કરી રહ્યા છીએ અને અમે આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે એરફોર્સે ૮૩ લાઈટ કોમ્બેટ એરક્રાટની સપ્લાય માટે એચએએલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કોન્ટ્રાકટની વેલ્યુ ૪૮ હજાર કરોડ પિયા છે. આ ઉપરાંત ૬૫ હજાર કરોડ પિયાના ૯૭ વધુ એરક્રાટ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. એલસીએ માર્ક૧–એ એરક્રાટને ૨૦૧૬માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. ભારતીમાં બનેલા લાઇટ કોમ્બેટ એરક્રાટ એલસીએ માર્ક–૧એને પાકિસ્તાન સરહદ પર તૈનાત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. માર્ક–૧એ હાલના તેજસ એમકે–૧નું આધુનિક સંસ્કરણ છે અને તેને રાજસ્થાનના બિકાનેરમાં નલ એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. આ એરક્રાટ સૌથી અધતન રડાર અને કોમ્યુનિકેશન અને ઈલેકટ્રોનિક સિસ્ટમ્સ (એવિઓનિકસ)થીસ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application