૨૮ થી વધુ ફલોટ્સ જોડાયા: ૮૩ થી વધુ સ્થાનો પર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ ના નેજા હેઠળ મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિતે ગઈકાલે પરંપરાગત રીતે ૪૪મી ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઇ હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ હતી. બપોરે ૪.૩૦ વાગ્યે પુરાણ પ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થઇ કે. વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફીસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે ૦૨:૩૦ વાગ્યે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં વિવિધ જ્ઞાતિના મંડળો, સ્વૈચ્છીક સંસ્થા, સંગઠનોના હોદે્દારો દ્વારા ૨૮ થી પણ વધુ સુંદર આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા, અને હર હર મહાદેવના નારા સાથે આકાશ ગુંજી ઉઠતાં શિવમય વાતાવરણ બન્યું હતું. અંતમાં મુકાયેલી ભગવાન શિવજીની રજત મઢિત પાલખીના 'છોટી કાશી"ના અનેક શિવભકતોએ દર્શનનો લાભ લીધો હતો.
સિધ્ધનાથ મહાદેવના મંદિરથી બપોરે સાડા ચાર વાગ્યે શિવ શોભા યાત્રા પ્રારંભ થઇ હતી. આ સમયે જામનગરના મેયર વિનોદભાઈ ખિમસુર્યા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ શ્રી ધીરૂભાઇ કનખરા વગેરે એ ભગવાન શિવજીની રજત મઢિત પાલખીનું પુજન અર્ચન કરીને શિવ શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ રજત મઢીત પાલખીના મુખ્ય દાતા પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોંગી અગ્રણી ભરતસિંહ વાળા વગેરેએ પણ પાલખીનું પૂજન અર્ચન કર્યું હતું. ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિ મિતેશભાઇ લાલ ભાજપના કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા મનીષભાઈ કનકરા, એડવોકેટ ભાવિન ભોજાણી, વગેરે પણ શોભાયાત્રા ના પ્રારંભે જોડાયા હતા, અને ભગવાન શિવજીની પાલખીને ઉંચકીને ધન્યતા અનુભવી હતી.
ઉપરોકત શિવ શોભાયાત્રા નાગેશ્વર મંદિર થઇ નાગનાથ ગેઇટ, કે.વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફીસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, સત્યનારાયાણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે ૦૨:૩૦ વાગ્યે પૂર્ણ થઇ હતી. જયાં મહા આરતી સાથે પૂજન અર્ચન કરાયું હતું. નગરમાં યોજાતી ૪૪મી શિવ શોભાયાત્રામાં ગઇકાલે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપરાંત રોશનીથી ઝળહળીત અને સુવર્ણ અલંકારોથી સુશોભિત રજત મઢિત પાલખી નિહાળવા અને ભગવાન શિવજીના આસુતોષ સ્વરૂપના દર્શન કરવા માટે ભાવિકોએ ઠેર ઠેર ભીડ જમાવી હતી અને મોડે સુધી દર્શન માટે રાહ જોઇને બેઠેલા ભકતજનોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શોભાયાત્રાના માર્ગ પર ઠેર ઠેર ભગવાન શિવજીની પાલખીનું પુજન કરાયુ હતું. બેડી ગેઇટ ખાતે ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. આ સમયે મેયર વિનોદભાઇ ખિમસુર્યા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, ડે. મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા અને મેરામણભાઇ ભાટુ, આ ઉપરાંત શહેર ભાજપ સંગઠનના કે. જી. કનખરા, ખુમાનસિંહ સરવૈયા, દિલીપ સિંહ કંચવા, વિનોદભાઈ ગોંડલીયા, હેમલભાઈ ચોટાઈ, દયાબેન પરમાર, પૂર્વ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વ શેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મધુભાઈ ગોંડલીયા અને મનીષભાઈ કનખરા, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશ કકનાણી, ઉપરાંત જામનગર શહેર ભાજપના કોર્પોરેટરશ્રીઓ ગોપાલ સોરઠીયા, અરવિંદ સભાયા, પાર્થ જેઠવા, પરાગભાઇ પટેલ, પ્રભાબેન ગોરેચા, મુકેશભાઈ માતંગ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા અને તેઓની ટીમ તેમજ યુવા ભાજપના મહામંત્રી વિશાલભાઈ બારડ અને તેઓની ટીમ તેમજ શહેર ભાજપના અન્ય તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શિવશોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરી ભગવાન શિવજીની પાલખીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીનો શુભેચ્છા સંદેશ સાંપડયો હતો. સ્વામી નારાયણ મંદિરના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજે પણ ફુલહારથી સ્વાગત કરી પાલખીનું પૂજન કર્યું હતું.
નાગનાથ ગેઇટ ચોકડી પાસે સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઇ વાસુ અને શહેર પ્રમુખ અને શાસક જુથના નેતા આશિષભાઇ જોષીની આગેવાની હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજના હોદે્દારો - કાર્યકરો વગેરે દ્વારા શોભાયાત્રાનું અનેરૂં સ્વાગત કરવામાં આવ્યું હતું, જેઓની સાથે મહિલા રીંગના પ્રમુખ મનીષાબેન સુબડ અને તેઓની ટીમ જોડાઈ હતી, ઉપરાંત પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ કેતનભાઇ ભટ્ટની આગેવાનીમાં બેડીગેઇટ પાસે શિવ શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ વેળાએ અનેક બ્રહ્મ અગ્રણીઓ જોડાયા હતા. હવાઈ ચોકમાં સમસ્ત હાલરી ભાનુશાલી સમાજ દ્વારા શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરાયું હતું ભાનુશાલી જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા, ઉપરાંત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, અને તેની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનીષભાઈ કનખરા સહિતના આગ્રણીઓ હાજરીમાં શોભાયાત્રા નું સ્વાગત કરાયા બાદ પાલખી ઉચકી ને ધન્યતા અનુભવી હતી.
તે જ રીતે ભાટની આંબલી પાસે ગિરનારી ગ્રુપ દ્વારા પણ ભગવાન શિવજીની ભવ્ય ઝાંખી ઉભી કરીને સ્થાનિક ફલોટ ઉભો કરાયો હતો. તેમજ ડીજે ના તાલે શિવ ભજનો ના ધૂનની સુરાવલી રેલાવી હતી સાથો સાથ રક્ષાપોટલીનું વિતરણ કરાયું હતું. ઉમેશભાઈ અને તેઓની ટીમ દ્વારા પાલખી નું સ્વાગત કરાયું હતું. તક્ષશિલા પરશુરામ ધામ તરફથી વૈજનાથ મહાદેવના મંદિર પાસે સ્થાનિક ફલોટસ તૈયાર કરાયો હતો, અને શોભાયાત્રા નું સ્વાગત કરાયું હતું. સાથો સાથ પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં તક્ષશિલા પરશુરામ ધામ ની સમગ્ર ટીમ જોડાઈ હતી.
શિવ શોભાયાત્રામાં મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઇ વ્યાસ (મહાદેવ) ની રાહબરી હેઠળ ૭૧ થી વધુ સભ્યોની શિવભકતોની પાલખી સમિતિ દ્વારા એક સરખા ઝભ્ભા, પીતાંબરી અને કેસરી ખેસ સાથે ખુલ્લા પગે ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉચકીને નગરના માર્ગો પર દર્શનાર્થે ફેરવી હતી. જેનો અનન્ય નજારો જોવા મળ્યો હતો. ઉપરાંત શોભાયાત્રાના સંચાલન માટે બનાવાયેલી ૪૬ સભ્યોની સંકલન સમિતિ અને ૨૪ સભ્યોની ફલોટ સમિતિના નેજા હેઠળ શોભાયાત્રાના કન્વીનર ધવલભાઈ નાખવા તેમજ સહકન્વીનર વ્યોમેશભાઈ લાલ અને ભાર્ગવભાઈ પંડ્યાની રાહબરી હેઠળ શિવ શોભાયાત્રાનું સંચાલન કરવામાં આવ્યું હતું. જે સફળ સંચાલનના કારણે શિવશોભાયાત્રા ઉલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થઇ હતી.
શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટ તદ્ ઉપરાંત શિવસેના (એક ફલોટ), સતવારા સમાજ (પાંચ ફલોટ), મહાસેના મિત્ર મંડળ (બે ફલોટ),, ભગવા રક્ષક યુવા સંગઠન (૩ ફલોટ), હિન્દુ સેના (બે ફલોટ), ભગવા યોદ્ઘા સંઘ (૩ ફલોટ), શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), ઓમ યુવક મંડળ (એક ફલોટ), મહાસેના મિત્ર મંડળ (બે ફલોટ), નાગેશ્વર મિત્ર મંડળ (૧ ફલોટ), આહીર સેના (૧ફ્લોટ), સહિતના ૧૬ મંડળો દ્વારા ૨૮ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાઇ હતી. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાયા હતા. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બની હતી. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાયા હતા. અને શોભાયાત્રાના રૂટ પર નગર ભ્રમણ કર્યું હતું, જેને નિહાળવા માટે બપોરે સાડાત્રણ વાગ્યાથી રાત્રીના ૨.૩૦ વાગ્યા સુધી શોભાયાત્રાના તમામ રૂટ પર ભાવિકો જોડાયા હતા.
જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ તેમજ ઇન્ચાર્જ ડીવાયએસપી આર.બી દેવધાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એલસીબી અને એસઓજી ની સમગ્ર ટીમ, તેમજ સીટી બી. ડિવિઝનના પી..આઈ. પી.પી.ઝા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા તથા સમગ્ર સિટી બી. ડિવિઝન, એ. ડિવિઝન, તથા સી. ડિવિઝન ના પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ વિભાગની ટીમ, હોમગાર્ડના સભ્યો વગેરેએ સમગ્ર શોભાયાત્રા દરમિયાન લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. જયારે જામનગરની ટ્રાફિક શાખાના પી.આઇ. એમ.બી. ગજ્જર ની રાહબરી હેઠળ ટ્રાફિક શાખાના સ્ટાફ તથા ટીઆરબી ના જવાનોએ શોભાયાત્રા ના તમામ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવી હતી જેના કારણે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખેડૂતોને સહાયમાં અન્યાય બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા
February 27, 2025 12:57 PMરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પી
February 27, 2025 12:56 PMરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પી
February 27, 2025 12:56 PMજામનગરમાં આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કલેકટરે આપી શુભેચ્છા
February 27, 2025 12:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech