નિમુબેનના નેતૃત્વમાં નિષ્કલંક મહાદેવને આધુનિક યાત્રાધામ બનાવવાની દિશામાં વિશેષ પગલાં

  • May 13, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લામાં આવેલ લાખો લોકોની પરમ આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન નિષ્કલંક મહાદેવ, કોળીયાકને આધુનિક યાત્રાધામ બનાવવાની દિશામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાના નેતૃત્વમાં વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, જિલ્લા કલેકટર  ડો. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી  હનુલ ચૌધરી, મદદનીશ કલેક્ટર   પ્રતિભા દહિયા સહિત જિલ્લાના અધિકારીઓએ કોળિયાકની મુલાકાત લઈ આ યાત્રાધામના સર્વાંગી વિકાસની નેમ વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય રાજ્ય મંત્રીએ આ મુલાકાત દરમિયાન કોળિયાક યાત્રાધામને વધુ સુસજ્જ અને આધુનિક માળખાકીય સુવિધાઓથી સંપન્ન બનાવવા પદાધિકારી- અધિકારીઓ સાથે વ્યાપક ચર્ચા- વિચારણા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નિષ્કલંક મહાદેવ કોળિયાક ખાતે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, તેથી તેમની સુવિધા માટે મંદિર સુધી સરળ અને સુરક્ષિત માર્ગ, સારી પાર્કિંગ વ્યવસ્થા, શ્રદ્ધાળુઓ માટે આરામગૃહ અને અન્ય આધુનિક સુવિધાઓના વિકાસ માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
નિષ્કલંક મહાદેવ મંદિર માત્ર આસ્થાનું નહિં પણ આપણા ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાનું મહત્વપૂર્ણ સ્થાન છે. તેનું સાચું સંવર્ધન કરીને ભાવિ પેઢીને  ગૌરવ થાય એવું યાત્રાધામ બનાવવાની દિશામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સંકલ્પબદ્ધ છે.  મંત્રીની મુલાકાત વેળાએ જિલ્લા પંચાયતના સદસ્ય  રઘુભાઈ ગોહેલ, ૠખઇ પોસ્ટ ઓફિસર  મિશ્રા, ભાવનગર (ગ્રામ્ય) મામલતદાર  બળદેવભાઈ બેલદાર, ગામના આગેવાનો ગોવિંદભાઈ ડાભી અને વી. ડી. જેઠવા સહિત અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News