સતુઆ બાબા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ યોજાયો

  • August 06, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા થેલેસેમિયા નાબુદી માટે જનજાગૃતિ કાર્યક્રમો, પ્રદર્શનો, વ્યાખ્યાનો,તેમજ રેડક્રોસ રાજ્ય શાખા ના સહકાર થી થેલેસેમિયા પરીક્ષણ કરી ને સમાજ માં થેલેસેમિયા નાબુદી માટે સતત વર્ષ દરમ્યાન અનેક કાર્યક્રમો નું આયોજન કરવા માં આવે છે સાથે થેલેસેમિયા રોગ થી પીડિત મેજર બાળકો માટે રેડક્રોસ સોસાયટી ખાતે ચાલતી ઉત્તમ એન ભુતા-રેડક્રોસ બ્લડ સેન્ટર (રેડક્રોસ બ્લડ બેન્ક) દીવાનપરા રોડ, ખાતે થી રક્ત પૂરું પાડવા ઉપરાંત બાળકો ને બ્લડ ચડાવી આપવું તેમજ તેમના પરિવારો ને અભ્યાસ, રાશન કીટ, તહેવારો માં ભેટ સહિતની મદદ કરવા માં આવે છે. કુલ ૪૦ થી વધુ થેલેસેમિયા ના બાળકો ને નિયમિત બ્લડ ચડાવવા માટે રેડક્રોસ બ્લડ બેન્ક માંથી વિનામૂલ્યે સેવાઓ આપવા માં આવે છે અને થેલેસેમિયા ના ટેસ્ટિંગ માટે લેબોરેટરી માં દરરોજ ટેસ્ટિંગ સેવાઓ માટે સેમ્પલ ક્લેશન કરવા માં આવે છે. સગર્ભા બહેનો માટે થેલેસેમિયા પરીક્ષણ અનેં પ્રીનેટલ ડાયગ્નોસીસ ની સુવિધાઓ નું સંકલન પણ કરવા માં આવેલ છે.


 પરિણામે કોઈપણ રીતે થેલેસેમિયા રોગ ની નાબુદી માટે એક અભિયાન સ્વરૂપે રેડક્રોસ ભાવનગર કાર્ય કરી રહ્યું છે. જેના ભાગરૂપે કોલેજો માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ના થેલેસેમિયા પરીક્ષણ કરવા માટે કેમ્પ નું આયોજન કરવા માં આવે છે જેના ભાગરૂપે પાલીતાણા ની સતુઆ બાબા કોલેજ ખાતે ૧૭૦ જેટલા વિદ્યાર્થીઓ નું થેલેસેમિયા પરીક્ષણ કરવા માં આવ્યું હતું.અને થેલેસેમિયા અંગે નું માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.કોલેજ ના વિધાર્થીઓ ને પત્રિકા વિતરણ સાથે થેલેસેમિયા પરીક્ષણ ની માહિતી આપવા માં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application