એસ્ટ્રોન ચોકના કિંગ્સ પ્લાઝામાં ટેકસ બ્રાન્ચ ત્રાટકી

  • March 27, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચની ટીમ આજે બાકી મિલકત વેરો વસૂલવા સરદાર નગર મેઇન રોડના એસ્ટ્રોન ચોકમાં આવેલા કિંગ્સ પ્લાઝા કોમ્પ્લેકસમાં ત્રાટકી હતી અને ત્યાં આગળ એક યુનિટના બાકી વેરા સામે નોટિસની બજવણી કરતા બાકીદારે તુરતં જ પૂરેપૂરી બાકી રકમ રૂ.૧.૩૨ લાખનો વેરો સ્થળ ઉપર જ ચૂકવી આપ્યો હતો, દરમિયાન આજે સમગ્ર શહેરમાં બાકીદારોની ૧૭ મિલ્કત સીલ કરાઇ હતી તેમજ અન્ય ૨૫ મિલકતને જીની નોટીસ અપાઇ હતી. યારે ચાર સ્થળે નળ કનેકશન કપાત કરાયા હતા અને કુલ ા.એક કરોડની રીકવરી કરાઇ હતી.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજે બાકીદારો સામે કરાયેલી રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૪માં પારેવડી ચોકના અક્ષરધામ કોમ્પ્લેક્ષ શોપ નં–૨૨ ને સીલ, શોપ નં.૧૭ની નોટિસ સામે રિકવરી .૪૧,૮૦૦, કુવાડવા રોડ પર આવેલ ચાંદની પાર્કમાં ફસ્ર્ટ લોર શોપ નં.૧ અને ૨ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૧,૭૦૦, પારેવડી ચોકમાં સાગર આર્કેડમાં ફસ્ર્ટ લોર ઉપરની શોપ નં.૧૧૧ સીલ, વોર્ડ નં.૫માં આર.ટી.રોડ પર આવેલ શોપ નં–૩૫ ની નોટીસ સામે રીકવરી .૫૧,૭૧૫, વ્રજ માલધારી સોસાયટીમા બે નળ કનેકશન કપાત, માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ વ્રજ સોસાયટી શેરી નં.૩માં ૧ નળ કનેકશન કપાત, વોર્ડ નં ૬માં પેડક રોડ પર આવેલ ગણેશ કોમ્પ્લેક્ષ શોપ નં.૩ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૭૭,૭૬૫, સતં કબીર રોડ પર આવેલ ભોલારામ સોસાયટી શેરી નં.૫માં ૨ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૩૦ લાખ, મહિકા માર્ગ પર આવેલ. શિવમ એન્જી પ્લોટ નં–૧૩૦ શેરી નં.૧ બાલાજી ઇન્ડ એસ્ટેટમાં સીલ, વોર્ડ નં.૭માં સરદારનગર મેઈન રોડ પર આવેલ કિંગ્સ પ્લાઝા એસ્ટ્રોન ચોક ૧–યુનીટની નોટિસ સામે રિકવરી .૧.૩૨ લાખ, દેવપરામાં ૨ યુનિટની નોટીસ સામે રીકવરી .૫.૧૨ લાખ, ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નં–૨૧૧માં ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૧ લાખ, ટાગોર રોડ પર આવેલ ગુ રક્ષા કોમ્પ્લેક્ષ ઓફીસ નં.૨૦૧ ને સીલ, ભકિતનગર સ્ટેશન પ્લોટ એકયુરેટની નોટીસ સામે રીકવરી .૨.૯૪ લાખ, મનહર પ્લોટમાં આવેલ વિશ્વાસ ટ્રેડિંગની નોટીસ સામે રીકવરી .૧.૩૮ લાખ, વોર્ડ નં–૯માં યુનિ.રોડ પર આવેલ શાંતી આર્કેડમાં ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૫૯ લાખ, વોર્ડ નં.૧૧માં ૧૫૦ ફટ રીગ રોડ પર આવેલ ધ મિલીનીયમ થર્ડ લોર ઓફીસ નં–૩૦૫ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૧,૮૯૪, થર્ડ લોર ઓફીસ નં.૩૦૪ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૪૭,૮૭૩, વોર્ડ નં.૧૨માં શ્રીનાથજી સ્ટીલ ઇન્ડ.એરીયામાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૭૪,૭૭૦, મવડી રોડ પર આવેલ કબીર કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ લોર શોપ નં.૨ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૦,૦૦૦, વોર્ડ નં.૧૩માં વૈધવાડીમાં ૧–યુનીટને નોટિસની સામે રિકવરી .૮૨,૬૦૦, તપોવન શેરી માં ૧–યુનીટની નોટિસ સામે રિકવરી .૨૭,૦૦૦, માતી ઈન્ડ એરિયામાં ૧ યુનીટની નોટિસ સામે રિકવરી .૨૫,૦૦૦, ક્રુષ્ણ્નગર મેઇન રોડ પર આવેલ જય કોમ્પ્લેક્ષમા ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૨૨ લાખ, ગોકુલનગરમાં ૧ યુનિટની નોટીસ, વોર્ડ નં.૧૪માં ભકિતનગર સોસાયટી શ્રીમદ ભવનના ૨–યુનિટને નોટીસ સામે રીકવરી .૯૪,૯૦૦, વોર્ડ નં–૧૫માં રામનગર શેરી નં.૧ની નોટીસ સામે રીકવરી .૫૦,૦૦૦, કોઠારિયા રિંગ રોડ પર આવેલ મધુરમ સોસાયટી શેરી નં.૫માં ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૩૧,૪૬૭, વોર્ડ નં ૧૭માં ન્યુ સુભાષનગરમાં ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૨૫,૦૦૦, વોર્ડ નં.૧૮માં ૪૦ ફટ રોડ પર આવેલ શ્રધ્દ્રા પાર્કમાં ૧–નળ કનેકશન સામે રિકવરી .૫૨,૧૬૫, કોઠારીયા રોડ પર આવેલ દાતાર ઈન્ડ.એરિયા ક્રિષ્નાનગર સોસાયટીમાં ૧–યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૨,૨૬૫, કોઠારીયા રોડ પર આવેલ સદભાવના ઈન્ડ.એરિયા ૧–યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૬,૩૬૦, કોઠારીયા રોડ પર આવેલ ઇનવર્ડ ઈન્ડ.એરિયા ૧ યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૮,૪૮૪નો ચેક આપેલ, ૮૦ ફુટ રોડ પર આવેલ શ્યામ પાર્કમાં ગ્રાઉન્ડ લોર ઓફીસ નં–૧૦૩ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૫,૩૦૦ સહિતની કાર્યવાહી કરાઇ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application