ટેસ્લાની કાર કંડલા કે મુન્દ્રામાં ઉત્પાદિત થશે

  • April 04, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટેસ્લા મોટર્સ આ મહિને ભારતમાં તેના ઈલેકિટ્રક કાર મેન્યુફેકચરિંગ પ્લાન્ટ માટે ગુજરાત અને તમિલનાડુમાં સંભવિત સ્થળોની શોધ કરવાની તૈયારી કરી લીધી છે. તેમ ધ ફાઈનાન્શિયલ ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે. ભારત સરકારે તાજેતરમાં દેશમાં ઉત્પાદન કરવા ઇચ્છુક કંપનીઓ માટે આયાતી ઇલેકિટ્રક વાહનો (ઈવી) પરના ટેરિફમાં ઘટાડો કર્યા પછી સ્થાનિક ઉત્પાદન તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. ૨ બિલિયન ડોલરથી ૩ બિલિયન ડોલરના ટેસ્લાના પ્લાન્ટ માટે ગુજરાત તરફ કંપની વધુ ઢળી રહી હોવાના અહેવાલો છે. ટેસ્લા મોટર્સ એવું સ્થળ પસદં કરવા માંગે છે યાં મોટા બંદરો હોય જેથી અન્ય દેશોમાં કારની નિકાસ કરવામાં સરળતા રહે. ભારત સરકારના અધિકારીઓએ કંડલા અને મુન્દ્રા પોર્ટની આસપાસ અને સાણદં નજીકની આમુક જમીન કંપનીને સૂચવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. હોવાનો અંદાજ છે.

ટેસ્લાએ અગાઉ રોકાણ માટેની પૂર્વશરત તરીકે ઇવી મેન્યુફેકચરિંગમાં ટેરિફ કટની માંગણી કરી હતી. કંપની મહારાષ્ટ્ર્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા સ્થાપિત ઓટોમોટિવ હબ સાથે સંભવિત સ્થાનોનું મૂલ્યાંકન કરવા એપ્રિલના અતં સુધીમાં યુનાઇટેડ સ્ટેટસથી એક ટીમ મોકલવાની યોજના ધરાવે છે. ઉલ્લેખનીય છેકે, અગાઉ પણ જયારે ટેસ્લાએ જયારે પ્લાન્ટ માટે જગ્યાની શોધખોળ શ કરી ત્યારે પણ ગુજરાતમાં કંડલા– મુંદ્રા પોર્ટ ખાતે જગ્યા આપવા તૈયારી દર્શાવાઇ હતી. પણ હવે જયારે ટેસ્લાએ કાર પ્લાન્ટ પર ગુજરાતની પસંદગી કરી છે ત્યારે રાયના ઉધોગ વિભાગે ટેસ્લાને જમીન કયાં ફાળવી શકાય અને જરિયાત આધારે કેટલી જમીન ફાળવવી તે અંગેનો ધમધમાટ શ કર્યેા છે. ઉધોગ વિભાગના અધિકારીઓએ સાણદં નજીક જગ્યા ફાળવવા માટે જમીનોનું નિરીક્ષણ કર્યુ છે.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ટેસ્લાને ૧૨,૦૦૦ વાહનો માટે કન્સેશનલ ડુટી મળે તો તે ભારતમાં ૫૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરી શકે છે, જો કે, જો રાહત ૩૦,૦૦૦ વાહનો સુધી લંબાવવામાં આવે તો રોકાણ ૨ બિલિયન ડોલરસુધી જઈ શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application