ટેસ્લાના ઈલોન મસ્ક મોદીને મળવા માટે ભારત આવશે

  • April 11, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક બહત્પ જલ્દીથી ભારત આવી રહ્યા છે અને મોદીને મળશે તેવી જાહેરાત કરી છે જેના પગલે ટેસ્લા ભારતમાં લોન્ચ થવાના ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે. ટેસ્લા એ વિશ્વમાં ઇલેકિટ્રક વાહનોનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપનીઓમાંની એક છે. પરંતુ, ટેસ્લાએ હજુ સુધી ભારતીય બજારમાં કોઈ મોડલ લોન્ચ કયુ નથી. વિશ્વમાં વાહનોના વેચાણ પર નજર કરીએ તો આ વાહનો માટે ભારત ત્રીજું સૌથી મોટું બજાર છે. હવે એલોન મસ્ક આ માર્કેટમાં પોતાના ઇલેકિટ્રક વાહનો લાવવા માંગે છે.આથી નજીકના ભવિષ્યમાં દેશમાં ટેસ્લાના ઇલેકિટ્રક વાહનો બનવા લાગે તેવી ભરપુર સંભાવનાઓ છે.

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે. વિશ્વના સૌથી અમીર વ્યકિતઓમાંના એક એલોન મસ્ક પણ તેમની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. આ માહિતી ખુદ ઈલોન મસ્ક દ્રારા આપવામાં આવી છે. ૧૦ એપ્રિલે એલોન મસ્કએ  પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેની ભારતની મુલાકાત વિશે માહિતી આપવામાં આવી હતી. પોસ્ટમાં ટેસ્લાના સીઈઓએ જણાવ્યું કે તેઓ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ રહ્યા છે


એલોન મસ્ક બે વાર પીએમ મોદીને મળ્યા છે
ઈલોન મસ્ક છેલ્લા એક વર્ષમાં બે વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. પરંતુ, આ પહેલીવાર હશે યારે ઇલોન મસ્ક ભારતમાં જ પીએમ મોદીને મળશે. ઈલોન મસ્કની આ મુલાકાતને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ઈલોન મસ્ક પોતાની કંપની ટેસ્લાને ભારતીય બજારમાં લોન્ચ કરવા જઈ રહી છે. ટેસ્લાના ઇલેકિટ્રક વાહનને ભારતીય બજારમાં લોન્ચ કરવાની યોજના પર કામ શ થઈ ગયું છે. તાજેતરમાં ટેસ્લા વાહનોને લઈને સમાચાર આવ્યા હતા કે કંપનીએ ભારતીય ડ્રાઈવરોને ધ્યાનમાં રાખીને બર્લિનમાં જમણા હાથના ડ્રાઈવરો માટે કારનું ઉત્પાદન શ કયુ છે. એક અહેવાલ મુજબ, ટેસ્લાની એક ટીમ એપ્રિલના ત્રીજા સાહમાં ભારતની મુલાકાત લઈ શકે છે, જે ભારતમાં મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે સ્થળ નક્કી કરવા જઈ રહી છે

સરકારની નવી ઈવી નીતિ
સરકારે ગયા મહિને જ ઈલેકિટ્રક વાહનો પર નવી નીતિ લાવી છે. આ નવી નીતિથી સ્પષ્ટ્ર છે કે સરકાર ભારતમાં ઇલેકિટ્રક વાહનોના ઉત્પાદનને વધારવા માંગે છે. આ નીતિ અનુસાર, ઓટોમોબાઈલ કંપનીઓ જેઓ ભારતમાં ઇલેકિટ્રક વાહનો લાવવા માંગે છે તેમણે ભારતમાં ઓછામાં ઓછા ૪૧૫૦ કરોડ પિયા એટલે કે ૫૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરવું પડશે. ઉપરાંત, આ કંપનીઓએ ત્રણ વર્ષમાં ભારતમાં ઉત્પાદન શ કરવું પડશે. તેમજ કારમાં વપરાતા ૨૫ ટકા પાટર્સ માત્ર ભારતમાંથી ખરીદવાના રહેશે. આ નીતિથી સરકાર દેશમાં મહત્તમ રોકાણ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application