જામજોધપુરના નંદાણા ગામની સીમમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો

  • September 11, 2023 01:51 PM 

વન વિભાગને મહામહેનતે સફળતા મળી: મારણ મૂકી દીપડાને પકડ્યો

જામજોધપુર પંથકમાં છેલ્લા એક માસથી દીપડો દેખાતા લોકોમાં ભારે ડર પેસી ગયો હતો, ખેડૂતો રાત્રીના સમયે ખેતરોમાં જાતા ડરતા હતાં, વન વિભાગ એક માસથી આ દિપડાને પકડવા માટે મહેનત કરતું હતું, છેવટે શનિવારની રાત્રે નંદાણા પાસે દીપડાને પકડવામાં વન વિભાગને સફળતા મળી હતી. જેના કારણે લોકોમાં ભારે રાહતની લાગણી ફેલાઇ છે.

જામનગર વન વિભાગના જામજોધપુર રેન્જ હેઠળ આવતા નંદાણા ગામમાં શનિવારે રાતે વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પાંજરે પુરાયો છે. આ દીપડો છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી આજુબાજુના ગામમાં દેખાતો હતો, આજ દિવસ સુધી આ દીપડાએ જાનમાલનું નુકસાન કરેલું ન હતું પરંતુ રાત્રિના સમયે ખેડૂતો વાડીએ જતા આવતા અને પાકમાં પાણી પીવડાવવા માટે ખૂબ જ ડરતા હતા. વન વિભાગ દ્વારા સતત એક મહિનાથી જ્યાં જ્યાં દીપડાના સગડ દેખાતા હતા એ જગ્યાએ પાંજરું મુકતા પરંતુ દીપડો બહુ ચાલાક હતો વારેવારે પોતાની જગ્યા બદલાવતો હતો. પરંતુ ગઈ રાત્રે એટલે કે 9 /9 /2023 ના નંદાણા ગામની સીમમાં દીપડો હોવાના સમાચાર મળેલ વન વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી પાંજરું ગોઠવી અને મારણ મુકતા દીપડો રાત્રે મારણ એટલે કે ખોરાકની શોધમાં ત્યાં આવી ચડેલ અને પાંજરામાં સપડાઈ ગયેલ છે એટલે કે લાંબા સમય સુધી વારંવાર દીપડો આવતો હતો.

આખરે વન વિભાગના પાંજરામાં સપડાઈ ગયેલ છે. આજુબાજુના ધ્રાફા શેઠવડાળા બમથિયા નંદાણા ભુપત આંબરડી જામ આંબેડી વગેરે ઘણા બધા ગામડાઓમાં ખેડૂતને અને સામાન્ય લોકોને રાહતની લાગણી થઈ છે. આ સમગ્ર કાર્યવાહી જામનગર વન વિભાગના નાયબ વંન સરક્ષક મદદનીશ વન સરક્ષક, રેન્જ ફોરેસ્ટ ઓફિસર જામજોધપુરની સુચના દેખરેખ નીચે સમગ્ર કાર્યવાહી પાર પાડેલ. આ કામગીરીમાં સડોદર રાઉન્ડના રાઉન્ડ ફોરેસ્ટર વી. એચ. રાઠોડ તેમજ ફોરેસ્ટ ગાર્ડ સબીરભાઈ સમા અને રોજમદારો જોડાયેલા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application