રાજૌરીમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો, સેનાનો વળતો પ્રહાર

  • July 22, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલો થયો છે. આતંકીઓને શોધવાનું ઓપરેશન ચાલુ છે. વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યો છે.જમ્મુમાં છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. આ હુમલાઓમાં આતંકીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. જમ્મુમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સુરક્ષા દળોએ પણ ઓપરેશન શરૂ કર્યું છે.આ ઘટના અંગે માહિતી આપતાં સંરક્ષણ પ્રવક્તા કર્નલ સુનિલ બારતવાલે કહ્યું કે, સેનાએ રાજૌરીથી દૂર એક ગામમાં આર્મી પોસ્ટ પર આતંકવાદીઓના મોટા હુમલાને નિષ્ફળ બનાવાયો છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર હજુ પણ ચાલુ છે. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોએ આર્મી પોસ્ટ પર હુમલો કરવાના આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. બંને તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. આ પોસ્ટ રાજૌરીના ગુંડા ખવાસ વિસ્તારમાં છે.અત્યાર સુધી શાંતિપૂર્ણ ગણાતા જમ્મુ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું કહેવાય છે. આ વિસ્તારમાં ઘૂસણખોરીની ઘટનાઓ પણ વધી છે. જમ્મુમાં આતંકવાદની કમર તોડવા માટે સુરક્ષા એજન્સીઓએ ઘણા મોટા ઓપરેશન પણ શરૂ કયર્િ છે.


આયોજનબદ્ધ ઓપરેશન ચલાવવા લેફ્ટનન્ટ ગવર્નર દ્વિવેદીનો નિર્દેશ
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે અહીં ઉચ્ચ સ્તરીય સંયુક્ત સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ , સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ , જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશકો, ગુપ્તચર એજન્સીઓના વડાઓ અને અન્ય વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ હાજરી આપી હતી.આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું હતું કે, આપણે આતંકવાદીઓ અને તેમને ટેકો આપ્નારાઓને ખતમ કરવા માટે તમામ એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલન સાથે સાવધાનીપૂર્વક અને આયોજનબદ્ધ આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કરવું જોઈએ. સિન્હાએ એ પણ નિર્દેશ આપ્યો છે કે સરહદ પારથી ઘૂસણખોરી રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application