તુર્કીના અંકારામાં ટર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ પાસે આતંકી હુમલો થયો છે અને ધસી આવેલા 2 સશસ્ત્ર હુમલાખોરોએ આડેધડ ફાયરીંગ કરતા નાસભાગ મચી હતી. સાથે જ કરવામાં આવેલા ભયંકર વિસ્ફોટમાં 5ના મોત થયા છે જયારે 22થી વધુ ઘાયલ થયા છે, જેમાંથી 3ની હાલત અતિ ગંભીર બતાવાઈ રહી છે. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો છે કે જયારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન 16મી બ્રિક્સ સમિટ દરમિયાન તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી રહ્યા હતા. આતંકવાદી હુમલાની આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે.
તુર્કીમાં અંકારામાં સશસ્ત્ર હુમલાખોરોએ ટર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય મથકને નિશાન બનાવ્યુ છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન 16મી બ્રિક્સ સમિટ દરમિયાન તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી રહ્યા હતા અને એ જ સમયે આ હુમલો કરવામાં આવ્યો છે.ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે હુમલાની થોડી મિનિટો પહેલા સશસ્ત્ર બંદૂકધારીઓ શેરીમાંથી એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય મથક ઓફિસોમાં આવે છે અને હાથમાં એસોલ્ટ રાયફલ છે.
બન્નેએ આડેધડ ફાયરીંગ શરુ કર્યું અને બાદમાં વિસ્ફોટ થયો. તુર્કીની સરકાર દ્વારા હજુ સુધી હુમલાખોરોની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને કોઈપણ જૂથે આતંકી
હુમલાની જવાબદારી સ્વીકારી નથી. અચાનક જ ગોળીઓ છૂટવા લાગતા લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન એક વિસ્ફોટ થતાં 5 લોકોના મૃત્યુની પૃષ્ટિ થઈ છે હજુ મૃત્યુઆંક વધવાની
આશંકા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech