સાબરકાંઠાના હિંમતનગરની સહકારી જીન પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. શામળાજીથી કાર અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે હિંમતનગર સહકારી જીન મોડાસા કડવા પાટીદાર સમાજવાડી પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે ટ્રક પાછળ કાર ધડાકભેર ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં સિંધી સમાજના 7 લોકોના મોત નિપજ્યા હતા અને એકની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તમામ મૃતદેહો કારમાં ફસાઈ ગયા હતા. ફાયરના જવાનોએ મૃતદેહોને બહાર કાઢવા માટે કારના પતરા કાપવા પડ્યા હતા. ભારે જહેમત બાદ તમામ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટ માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ૬:૩૦ વાગે એક અમદાવાદ પાર્સિગની GJ 01RU 0077 નંબરની ઇનોવા ગાડી શામળાજી બાજુથી પુર પાટ ઝડપે હિંમતનગર આવી રહેલ હતી દરમ્યાન સહકારી જીન મોડાસીયા કડવા પાટીદાર વાડી આગળ નાગાલેન્ડ પાસિંગનો ટ્રક જમણી બાજુ ટર્ન લઇ રહ્યો હતો દરમ્યાન કાર તેની પાછળ ઘુસી જતાં ઇનોવા ગાડીમાં બેસેલ કુલ-૦૮ માણસો પૈકી સાત સિંધી યુવાનો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. જેમાં એક યુવક સિંધી સમાજના અગ્રણી શ્રી ગોધુમલ આહુજાના સગા હોવાની વિગત સામે આવી છે.
મૃતકોની વિગતઃ-
(૧) રોહિત રામચંદાની ઉ.વ.-૨૪ ડ્રાઇવર
(૨) સાગર ઉદાની ઉ.વ.-૨૪ ડ્રાઇવરની બાજુની શીટમાં
(૩) ચીરાગ ઘાનાની ઉ.વ.-૨૪
(૪) ગોવિંદ
(૫) બાર્થ
(૬) રોહિત
(૭) રાહુલ મુલચંદાણી
સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
(૧) હની શંકરલાલ તોતવાણી ઉ.વ.-૨૪
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech