BREAKING NEWS

વોર્ડ નં.૩ અને ૧૦ના મામલે ધારાસભ્યો વચ્ચે ધબધબાટી

  • April 10, 2026 11:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી અગાઉ ક્યારેય વિલંબિત ન થઈ હોય તેટલી હદે વિલંબિત થઇ છે. દરેક વોર્ડમાં માથાકૂટ ચાલી રહી છે પરંતુ સૌથી વધુ ડખ્ખો વોર્ડ નં.૩ અને વોર્ડ નં. ૧૦ના ઉમેદવારો નક્કી કરવા મામલે છે.
વિશેષમાં આ મામલે ચર્ચાતી વિગતો મુજબ, પશ્ચિમ રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ દ્વારા વોર્ડ નં.૧૦માં ભાજપની ટિકિટ ઘનશ્યામભાઈ હેરભાને આપવા માટે ખૂબ જ મજબૂતીપૂર્વક ભલામણ કરવામાં આવી રહી હતી અને વોર્ડ
નં.૧૦માં તેમના સૂચવેલા નામને ટિકિટ અપાય તો અન્ય વોર્ડમાં સમીકરણો ડિસ્ટર્બ થતા હતા જેને લઈને ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો જેથી બન્ને ધારાસભ્યો વચ્ચે અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં જીભાજોડી થઈ હતી! આ ઉપરાંત વોર્ડ
નં.૩ પશ્ચિમ રાજકોટ અને પૂર્વ રાજકોટ તેમ બન્ને વિધાનસભા ક્ષેત્રમાં પથરાયેલો હોય આ વોર્ડમાં ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે બન્ને વિધાનસભા વિસ્તારના ધારાસભ્યોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો જેમાં વોર્ડ નં. ૩ના ભાજપ અને ભરવાડ સમાજના
યુવા અગ્રણી હેમુભાઈ પરમારનું નામ દાવેદાર રજૂ કરાતા આ મુદ્દે પણ બન્ને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ અને ઉદયભાઈ કાનગડ વચ્ચે મતમતાંતર થયા હતા તેવી ચર્ચા છે અને તેવા કારણે જ આ વોર્ડની પેનલ ફાઇનલ થવામાં વિલંબ થયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહએ પ્રદેશ ભાજપની મિટિંગ દરમિયાન છેવટ સુધી વોર્ડ નં.૩માં સિંધી સમાજના સિટિંગ મહિલા કોર્પોરેટર કુસુમબેન ટેકવાણીને ટિકિટ આપવા માટે સતત આગ્રહ રાખ્યો હતો તેવું પણ પક્ષના વર્તુળોની ચર્ચા દરમિયાન સામે આવ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News