કાલાવડ રોડથી સારા રસ્તા ઉપલા કાંઠે બનશે ૩૧ કરોડના ખર્ચે રસ્તાકામ માટે ધડાધડ ટેન્ડર

  • February 08, 2025 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના ઉપલા કાંઠા વિસ્તારમાં રસ્તા કામો માટે ધડાધડ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને અંદાજે કુલ .૩૧ કરોડથી વધુ રકમના ખર્ચે મુખ્ય માર્ગેા સહિત ૩૦ નવી સોસાયટીઓ તેમજ ટીપી રસ્તાઓ ઉપર મેટલિંગ કરવા, પેવર કરવા અને રિકાર્પેટ કરવાનો ધમધમાટ શ થયો છે.
રાજકોટ શહેરનો વ્યાપ વધતા ગ્રામ પંચાયતોના વિસ્તારોનો મનપાની હદમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જેના લીધે છેવાડાના વિસ્તારોમાં વિકાસના કામો આજે પણ અધુરા રહ્યા હોય ગત વર્ષે મનપાની હદમાં પડેલા પાંચ ગામો તેમજ અગાઉના વર્ષેામાં કોઠારિયા સહિતના વિસ્તારોના રોડ–રસ્તાના કામો અધુરા હોય ગત બજેટમાં ઈસ્ટ ઝોનના છ વોર્ડના રોડ–રસ્તા માટે ખર્ચની જોગવાઈ કરેલ અને નવુ બજેટ જાહેર થતાં જ બાકી રહી ગયેલા કામો ઝડપથી પુરા કરવા માટે મહાપાલિકાએ ઈસ્ટઝોનના છ વોર્ડના ૧૮૦થી વધુ રોડ–રસ્તાના મેટલીંગ કામ અને પેવર રોડ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરી વર્ક ઓર્ડર મળે તે મુદ્દે કાર્યવાહી શ કરી છે.
શહેરના ઈસ્ટ ઝોનના મોટાભાગના વિસ્તારો વિકાસથી વંચીત રહી ગયા હોય તેવી ફરિયાદો અવાર નવાર ઉઠવા પામી હોય ગત બજેટમાં કોર્પેારેટરો દ્રારા સુચવવામાં આવેલા રોડ–રસ્તા સહિતના લોકોની પાયાની જરિયાતના કામોની દરખાસ્ત કરવામાં આવી હતી. જેથી બજેટમાં ઈસ્ટઝોનના છ વોર્ડમાં પ્રથમ ટીપી રોડ અને નવી બનેલી સોસાયટીઓના રોડ–રસ્તાઓ તેમજ યુટીલીટી રોડને અગ્રતા આપી ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી કામગીરી હાથ ધરાયેલ નહીં જેથી તાજેતરમાં કોર્પેારેટરો દ્રારા કામ થતાં ન હોવાની ફરિયાદો ઉઠતા મેયરે અધિકારીઓને કોર્પેારેટરો સાથે જોનલવાઈઝ મીટીંગનું આયોજન કરી બાકી રહેતા કામો નવા બજેટની અમલવારી થાય તે પહેલા પુરા કરવા અથવા વર્કઓર્ડર આપી દેવાની સુચના આપેલ જેના લીધે ઈસ્ટઝોનમાં સૌથી વધુ રોડ–રસ્તાના કામો બાકી હોવાથી મહાનગરપાલિકા દ્રારા મેટલીંગ તથા પેવરીંગ કામ માટેના અલગ અલગ ટેન્ડરો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. વોર્ડ ન.ં ૪, ૫, ૬, ૧૫, ૧૬ અને ૧૮માં મેટલીંગ કામમ માટે ૯.૫૨ કરોડ તેમજ સોસાયટીઓના રસ્તા માટે ૧.૩૫ કરોડ અને પેવર રોડ માટે ા.૧૧.૭૪ કરોડના કામોના ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
ઈસ્ટઝોનના વોર્ડ ન.ં ૪, ૫ અને ૬ તેમજ મોરબી રોડની ઉપરના વિસ્તારોમાં રોડ રસ્તાનું મોટાભાગનું કામ બાકી હોય નવી બનેલી સોસાયટીઓ તેમજ બાકી રહેલી સોસાયટીઓના મેટલીંગના કામો પૂર્ણ કરવા માટે તેમજ મુખ્યમાર્ગેા ધોવાઈ ગયેલા હોય જેના ઉપર પેચવર્ક કામ થયું હોય તેવા તમામ રોડ ઉપર નવું પેવરકામ કરી મઢવામાં આવશે. ગત બજેટમાં બાકી રહી ગયેલા તમામ રોડ–રસ્તાના કામોના એક સાથે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. અને આ મુદ્દે ઝડપી પ્રક્રિયા હાથ ધરી સ્ટેન્ડીંગમાં દરખાસ્ત રજૂ કરી બે માસની અંદર વર્કઓર્ડર આપી દેવામાં આવશે.
મહાપાલિકા દ્રારા ઈસ્ટઝોનમાં બાકી રહી ગયેલા રોડ રસ્તાના કામો માટે ઝડપી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. તેમાં વોર્ડ નં.૪ માં શિવમ પાર્ક, સુખસાગર સોસાયટી, લાતી પ્લોટ, ગણેશનગર, રોહિદાસપરા, ખોડિયારપરા, ભગવતીપરા, જયપ્રકાશનગર, રિધ્ધિ–સિધ્ધિ સોસાયટી, હરસિદ્ધી સોસાયટી તેમજ લાગુ ટીપી રોડ અને ભગવતીપરા મેઈન રોડ સહિતના મુખ્યમાર્ગેા અને સોસાયટીઓમાં મેટલીંગ તથા પેવર કામ કરવામાં આવશે. તેવી જ રીતે નવી બનેલી ૩૦થી વધુ સોસાયટીઓમાં પ્રથમ મેટલીંગ કામ કરી નવા રોડ બનાવવામાં આવશે.
ઉપરોકત ઉપરાંત મહાપાલિકા દ્રારા ઈસ્ટઝોનમાં મોટાભાગના રોડ–રસ્તાઓ નવા બનાવવા તેમજ મેટલીંગ કામ માટે ા.૨૨.૬૧ કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છ વોર્ડમાં સોસાયટીઓ તેમજ મુખ્યમાર્ગેા સિવાય સોખડા ચોકડીથી કુવાડવા તરફ જતાં રોડનું નવીનીકરણ કરવામાં આવશે. હાલ આ રસ્તો જર્જરીત હાલતમાં હોય લોકો દ્રારા રોડ બનાવવાની માંગ કરવામાં આવેલ જેને બજેટમાં સમાવી ખર્ચ મંજુર કરાવમાં આવ્યો છે અને ા.૯.૧૨ કરોડના ખર્ચે સોખડા ચોકડીથી કુવાડવા રોડ સુધીનો નવો ડામર રોડ બનાવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application