રાજકોટ મહાપાલિકામાં છેલ્લા ત્રણ વર્ષથી જોરશોરથી ચચર્તિા કાલાવડ રોડ ઉપરના કટારીયા ચોકડી બ્રિજનું અંતે નવલા નોરતામાં ટેન્ડર પ્રસિધ્ધ થયું છે, અહીં ગુજરાતનો સર્વપ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ બનશે. મહાપાલિકાના શાસકો-તંત્રવાહકો રાજકોટવાસીઓને દશેરાની ભેટ આપવા માંગતા હોય તેમ ઇતિહાસમાં પ્રથમ વખત ટૂંકા સમયગાળામાં નવરાત્રીના દિવસોમાં બ્રિજના 9 ટેન્ડર પ્રસિધ્ધ કયર્િ છે.
વિશેષમાં આ અંગે વેસ્ટ ઝોનના સિટી એન્જીનિયર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું કે, કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડીએ નિમર્ણિ થનાર સિગ્નેચર કેબલ બ્રિજ તાલુકા પોલીસ સ્ટેશન નજીકના જલારામ ફૂડ કોર્ટથી શરૂ થશે અને કોસ્મોપ્લેક્સ પાસે પૂર્ણ થશે. આ ફ્લાય ઓવરબ્રિજની લંબાઇ 800 મીટર અને પહોળાઇ 24 મીટર રહેશે. જ્યારે સેન્ટ્રલ સ્પાન 160 મીટરનો રહેશે. અહીં થ્રી લેયર બ્રિજ બનશે તેમજ બ્રિજ નીચેના રસ્તાની ઍક્સેસેબીલીટી પણ યથાવત રહેશે મતલબ કે બ્રિજ નીચેથી પસાર થતા વાહનો ચોકમાંથી યુ ટર્ન લઇ શકશે.
સામાન્ય રીતે બ્રિજના ટેન્ડર પ્રસિધ્ધ થાય ત્યારે એક ટેન્ડર અથવા તો ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજનો સંયુકત પ્રોજેકટ હોય તો કોઇ કિસ્સામાં બે ટેન્ડર પ્રસિધ્ધ થતાં હોય છે પરંતુ રાજકોટ મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર ટૂંકા સમયગાળામાં નવ બ્રિજના ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. પહેલા નોરતાથી શ કરીને આજે આઠમા નોરતા સુધીના આઠ દિવસમાં કુલ નવ બ્રિજના ટેન્ડર પ્રસિધ્ધ થયા છે.
રંગોલી પાર્ક આવાસના રસ્તે બે બ્રિજ બનશે
કટારીયા ચોકડીથી રંગોલી પાર્ક પાસેના રૂડા આવાસ તરફના રસ્તે 24 મીટરના રોડ અને 18 મીટરના રોડ ઉપર 7.20 કરોડના ખર્ચે કુલ બે બ્રિજ બનશે આ માટેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે.
રંગોલી આવાસ નજીક મહિલા કોલેજ જેવો બ્રિજ
કાલાવડ કટારીયા ચોકડીથી ઘંટેશ્વર તરફ જતા રસ્તે રંગોલી આવાસથી બ્રિજ શરૂ થશે અને ગોંડલ રોડ તરફ જતાની દિશામાં આવતા 18 મીટરના ટીપી રોડ સુધી મહિલા કોલેજ ચોક જેવો અન્ડરબ્રિજ બનાવાશે, આ બ્રિજની લંબાઇ 600 મીટર અને પહોળાઇ 18 મીટરની રહેશે. સિગ્નેચર કેબલ બ્રિજની સાથે જ આ બ્રિજનું ક્લબ ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે તેમ સિટી એન્જીનિયરએ ઉમેર્યું હતું. અહીં પણ ઓવરબ્રિજનું આયોજન વિચારાધીન હતું પરંતુ વોંકળાને કારણે યોગ્ય લેન્થ મળતી ન હોય આયોજન તબદિલ કરી રિંગ રોડ-2 કે જે 45 મીટરનો ટીપી રોડ છે તેના ઉપર અન્ડરબ્રિજ બનાવવાનું નક્કી કરી ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે.
સ્માર્ટ સિટીથી કટારીયા ચોકડી સુધીમાં ત્રણ બ્રિજ
સ્માર્ટ સિટી એરિયાથી કટારીયા ચોકડી સુધી વિસ્તારમાં કુલ રૂ.42.20 કરોડના ખર્ચે અલગ અલગ સ્થળે કુલ ત્રણ બ્રિજ બનશે, અહીં જુના નાલા ઉપરના નાના પુલ હોય તે દૂર કરી રોડની હયાત પહોળાઇ (150 ફૂટ) મુજબના નવા બ્રિજ બનાવવામાં આવશે. આ અંગેનું ટેન્ડર પણ નવરાત્રી દરમિયાન પ્રસિધ્ધ કરાયું છે. ન્યુ રિંગ રોડનું વાઇડનિંગ થશે તેને સમાંતર આ ત્રણેય બ્રિજનું પણ વાઇડનિંગ થશે. ભવિષ્યમાં આ વિસ્તારમાં થનાર ટ્રાફિકને ધ્યાને લઈને હાલથી જ આયોજન હાથ ધરાયુ છે.
મુંજકા પોલીસ ચોકી, આર્ષ વિદ્યા મંદિર પાસે બે બ્રિજ
ન્યુ રિંગ રોડ ઉપર મુંજકા પોલીસ ચોકી પાસે તેમજ આર્ષ વિદ્યા મંદિર પાસે બે બ્રિજ બનશે, અહીં વર્ષો જુના નાલા આવેલા છે જેની જગ્યાએ કુલ રૂ.5.53 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનાવાશે.
રૈયા ગામથી સ્માર્ટ સિટીને જોડતા રસ્તે બ્રિજ બનશે
વોર્ડ નં.1માં રૈયા ગામથી સ્માર્ટ સિટી એરિયાને જોડતા રસ્તે નાલું છે ત્યાં આગળ 12.65 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવનાર છે, આ અંગેનું ટેન્ડર પણ પ્રસિધ્ધ થઇ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech