રાજકોટ મહાપાલિકામાં ધન તેરસે આતશબાજીના કાર્યક્રમ માટેનું ટેન્ડર તાત્કાલિક પ્રસિધ્ધ કરવા તેમજ દિવાળીના ઉત્સવોમાં ટેન્ડર વિના કામ આપવાનું બંધ કરીને હાલથી જ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા પત્ર પાઠવી મ્યુનિ.કમિશનરને રજૂઆત કરાઇ છે.
વિશેષમાં ઉપરોક્ત મામલે મહાપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ મ્યુનિ.કમિશનરને પત્ર પાઠવી કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં કરવામાં આવતા કામો અંગે પોતાના મળતીયાઓના કોન્ટ્રાક્ટરોને લાભ અપાવવાના ઇરાદે ભ્રષ્ટાચાર આચરવાના પગલે અમુક કામોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી માત્ર ઘરના ને ઓળખીતાને ઉંચા ભાવે કામ આપી પ્રજાના પૈસાનો દુરૂપયોગ કરવો ન જોઈએ. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે અમુક કિસ્સાઓમાં તો રાજકોટ શહેરના દૈનિક વર્તમાન પત્રોમાં ટેન્ડર પ્રક્રિયા અંગેની કોઈપણ પ્રકારની જાહેરાતો આપવામાં આવતી નથી ! જેના અનુસંધાનમાં જણાવવાનું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના દિવસે આતશબાજીના કાર્યક્રમો અને દિવાળીની રોશનીના કાર્યક્રમો યોજવામાં આવે છે જે કાર્યક્રમના આગોતરું આયોજન કરી ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવામાં આવે એવી અમારી માંગ છે. રજુઆતમાં ઉમેર્યુ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં બે લાખથી વધુ કામો અંગે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે અને તેમ છતાં આ નિયમોનો ઉલાળીયો કરી લાખોના કામો સત્તાધીશોની સીધી દોરવણી હેઠળ આપી દેવામાં આવે છે. પારદર્શક વહીવટના બણગા ફૂંકનારા ભાજપ્ની અસલિયત પ્રજા સમક્ષ ખુલી પડી ગઇ છે. ભૂતકાળમાં વડાપ્રધાનના કાર્યક્રમોમાં, ધનતેરસના આતશબાજીના કાર્યક્રમો, રોશનીમાં ટેન્ડર પ્રસિદ્ધ કયર્િ વગર કામો આપી દેવાયાનું રેકોર્ડ ઉપર છે. ઓછા ખર્ચે સારો વહીવટ થવો જોઈએ અને મહાત્મા ગાંધીના ગુજરાતમાં માનવતા સાદગીને વિશેષ મહત્વ આપવું જોઈએ પ્રજાના પૈસાનો સદુપયોગ થાય તે ખૂબ જરૂરી છે તાઇફા બંધ કરો અને પ્રજાના એક એક પૈસાનો સદુપયોગ થવો જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે લાખથી વધુ કામોના ટેન્ડર ફરજિયાત પ્રસિદ્ધ કરાવવા અને નિયમોનો કડકાઈથી અમલવારી કરાવવા અને બે લાખથી વધુના કામો વગર ટેન્ડરે આપવામાં આવે તો જવાબદાર અધિકારી કે પદાધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવા વિપક્ષ કોંગ્રેસની માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech