સાયબર ફ્રોડનો ભોગ બનેલા દસ લોકોને છ લાખ ‚પિયા અપાવ્યા પરત

  • April 28, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા સાઇબર ફ્રોડના ગુન્હાનો ભોગ બનેલા લોકોને છ લાખ ‚પિયા જેવી રકમ પરત અપાવી છે જેમાં ન્યૂડ વીડિયોકોલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી  છેતરપીંડી થયાનું ખૂલ્યુ હતુ.
જૂનાગઢના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર  પોલીસ  અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.ના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમમાં ગુનાઓના તાત્કાલિક નિરાકરણ અનુસંધાને પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ફ્રોડ બનાવો જેવાકે ઓનલાઇન ક્રેડીટ કાર્ડ, ડેબીટકાર્ડ, ગીફટ ફ્રોડ, ફાઇનાન્સીયલ ફ્રોડ તથા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા ન્યુડ વીડિયો કોલ, ગુગલ કસ્ટમર કેરના ઓનલાઇન ટાસ્ક ફ્રોડ નામે ફરીયાદી, અરજદારો સાથે ફ્રોડના બનાવ બનેલ જે પૈકી ૧૦ અરજદારોને  ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ  અંતર્ગત ફરીયાદી, અરજદારોને અત્યાર સુધીમાં ‚ા. ૫,૯૬,૩૯૯ પરત અપાવવામાં આવેલ છે.
પોરબંદર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા  પોરબંદરની જાહેર જનતાને અપીલ કરતા જણાવાયુ હતુ કે  ઓનલાઇન ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, ગીફટ ફ્રોડ ફાઇનાન્સીયલ ફ્રોડ તથા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા ન્યૂૂડ વીડિયો કોલ તથા ઓનલાઇન ટાસ્ક ફ્રોડ તથા ગુગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવતા સમયે ખરાઇ કરવી અને હંમેશા જે તે કંપની, બેન્કની ઓફિશીયલ વેબસાઇટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવાનો આગ્રહ રાખવો. તેમજ કોઇપણ અજાણ્યાના કહેવા પર રીમોટ ડેસ્કટોપ શેરીંગ એપ્લીકેશન જેવી કે ટીમ વ્યુઅર, એની ડેસ્ટક, અવ્વલ ડેસ્ક વગેરે જેવી ડાઉનલોડ કરવી નહીં.
આ કામગીરીમાં પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. પ્રિયદર્શી, એસ.કે.જાડેજા, એ.અસ.આઇ. કે.બી. ઓેડેદરા, હેડકોન્સ્ટેબલ વી. પી. દીક્ષિત, હેડ કોન્સ્ટેબલ કે.સી. વાઘેલા, વુમન પોલીસ કોન્સ્ટેબલ અંજનાબેન બાવનભાઇ, અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઇ જી. મા‚ તથા હેડ કોન્સ્ટેબલ વિ.યુ. તેતરપરા વગેરે રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application