૮ અતિ ગંભીર: કાસરગોડમાં નીલેશ્ર્વરમ મંદિર પરિસરમાં રાખવામાં આવેલી આતશબાજીમાં આગ લાગતાં ભયંકર વિસ્ફોટ થયો
કેરળમાં એક ફટાકડાના સ્ટોલમાં સોમવારે મોડી રાતે ભયાનક વિસ્ફોટ થયો હતો જેના પગલે ૧૫૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા જેમાંથી ૮ની હાલત અતિ ગંભીર ગણાવાઈ રહી છે. સોમવારે મોડી રાત્રે કાસરગોડમાં નીલેશ્વરમ નજીક મંદિરમાં ચાલી રહેલા ઉત્સવ દરમિયાન ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. ત્યારે નજીકમાં આવેલી ફટાકડા સ્ટોરેજ ફેસિલિટીમાં અચાનક આગ લાગતાં આતશબાજીમાં વિસ્ફોટ થયો હતો અને અનેક લોકો દાઝી ગયા હતા. ફાયરના પુરતા સાધનોના અભાવે આગ પ્રસરી જતા સ્ટોરમાં રાખવામાં આવેલા ફટાકડા ફટવા લાગ્યા હતા. ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુની વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમાં ૮ની સ્થિતિ ગંભીર છે.
કેરળના કાસરગોડ જિલ્લાના નીલેશ્વરમમાં સોમવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ફટાકડામાં આગ લાગ્યા બાદ થયેલા વિસ્ફોટને કારણે ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
એવી આશંકા છે કે વીરકાવુ મંદિર પાસે ફટાકડા સ્ટોરેજ ફેસિલિટીમાં આગ ફાટી નીકળતાં આ અકસ્માત થયો હતો. અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે કન્હનગઢ જિલ્લા હોસ્પિટલમાં દાખલ પાંચ લોકોની હાલત ગંભીર છે. માતૃભૂમિએ જણાવ્યું કે ૩૩ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૧૯ લોકોને કન્હનગઢની ઐશલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, યારે ૧૨ લોકોને અરિમાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ચાલીસ લોકોને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, યારે અન્ય ૧૧ લોકોને નિલેશ્વર તાલુક હોસ્પિટલમાં અને પાંચને કન્નુરની એસ્ટર એમઆઈએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech