ફેબ્રુઆરી માસના પ્રારંભથી ઉનાળા જેવી આકરી ગરમીનો સામનો કરનાર લોકોને છેલ્લા થોડા દિવસોથી તેમાં રાહત મળી છે. આ રાહત હજુ પણ ચાલુ રહેશે. આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાન 3 થી 4 ડીગ્રી જેટલું ઘટશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
રાજકોટમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાયું
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અત્યારે ડીસા, ગાંધીનગર, રાજકોટ, વેરાવળ, સુરેન્દ્રનગર, મહુવામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ છે તે ઘટીને 35 ડિગ્રી નીચે આવી જશે. રાજ્યના બાકીના તમામ શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી નીચે છે. દરમિયાનમાં આજે રાજકોટ, પોરબંદર, દ્વારકા, કંડલા, નલિયા, ઓખામાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81થી 95 ટકા સુધી પહોંચી ગયું હતું અને તેના કારણે ઝાકળ જોવા મળી હતી. દ્વારકા અને રાજકોટમાં 95 ટકા પોરબંદરમાં 93% ઓખામાં 88% નલિયામાં 87% અને કંડલામાં 81% ભેજ આજે સવારે નોંધાયો છે.
અન્ય શહેરોમાં કેટલું તાપમાન નોંધાયું
મહત્તમ તાપમાનની વાત કરીએ તો ભુજમાં 34.2, નલિયામાં 32.6, અમરેલીમાં 34.5, ભાવનગરમાં 32.4, પોરબંદરમાં 32.4, રાજકોટમાં 35.1, વેરાવળમાં 31, સુરેન્દ્રનગરમાં 35, મહુવામાં 35.8 અને કેશોદમાં 34 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 34.1, ડીસામાં 35.1, ગાંધીનગરમાં 35.4, વલ્લભ વિદ્યાનગરમાં 34.7, વડોદરામાં 34.6 અને સુરતમાં 33.2 ડિગ્રી મહત્તમ તાપમાન રવિવારે નોંધાયું હતું.
જમ્મુ-કાશ્મીર અને લદાખમાં ભારે હિમવર્ષા
જમ્મુ-કાશ્મીર અને લદાખમાં ભારે હિમવર્ષા સાથે વરસાદ પડી રહ્યો છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ સહિતના રાજ્યોમાં પણ વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ગરમીનું જોર ઘટશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech