રાજકોટમાં 41 કેશોદમાં 40.5 સુરેન્દ્રનગરમાં 40.8 અમરેલીમાં 40.4 ભુજમાં 40.6 ગાંધીનગરમાં 40 વડોદરામાં 40.2 ડાંગમાં 40.4 અમદાવાદમાં 40 વડોદરામાં 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં ભેજનું પ્રમાણ સરેરાશ 40 થી 45% આસપાસ રહ્યું છે પરંતુ આજે સવારે ઓખામાં 81 દ્વારકામાં 78 નલિયામાં 73 અને સુરતમાં 86% ભેજ સવારે નોંધાયો છે દરિયાકાંઠાના વિસ્તારોના તાપમાન પર નજર કરીએ તો જામનગરમાં 36.8 નલિયામાં 37.6 ઓખામાં 31.9 પોરબંદરમાં 38.6 વેરાવળમાં 31.9 દ્વારકામાં 32.2 અને દીવમાં 32.2 ડિગ્રી મહત્તમ તાપમાન સોમવારે નોંધાયું હતું.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે લોકો અકડામણ અને બેચેનીનો અનુભવ કરી રહ્યા છે. ગુજરાત ઉપરાંત તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કેરલામાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગુજરાત જેવી જ સ્થિતિ છે. અને હવામાન વિભાગ દ્વારા આ બાબતે યેલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ખાસ મોટી વધઘટ નહીં થાય પરંતુ આવતીકાલથી તાપમાનમાં ધીમો ધીમો ઘટાડો શરૂ થશે અને આગામી પાંચ દિવસ દરમિયાન ત્રણથી ચાર ડિગ્રી જેટલું તાપમાન નીચું ઉતરશે.
દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. આસામમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ નાગાલેન્ડ માં વરસાદ પડી રહ્યો છે. આવી જ રીતે સાઇક્લોનિક સર્ક્યુલેશન ની સિસ્ટમના કારણે તામિલનાડુ કેરલા સહિતના રાજ્યોમાં પણ વરસાદ પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech