રાજયભરના મોટાભાગના વિસ્તારોમાં આજે લઘુતમ તાપમાનના પ્રમાણમાં સામાન્યથી બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ કાશ્મીરમાં થઈ રહેલી હિમવર્ષા અને ઉત્તર દિશામાંથી ફુકાઈ રહેલા પવનના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો થશે.
આજે સમગ્ર રાયમાં સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં ૧૫ ડિગ્રી રહેવા પામ્યું હતું. ડીસામાં ગઈકાલની સરખામણીએ આજે લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થયો છે અને આજનું લઘુતમ તાપમાન ૧૬.૪ ડિગ્રી નોંધાયું છે. નલિયામાં ગઈકાલ કરતાં આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે અને ૧૫.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. ભુજમાં આજે ૧૮.૬ ડિગ્રી મીનીમમ ટેમ્પરેચર રહેવા પામ્યું હતું.
અમરેલીમાં આજે ૧૭ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે જે ગઈકાલના ૧૯.૬ ડિગ્રી કરતાં અઢી ડીગ્રી જેટલું ઓછું છે. ભાવનગરમાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૯.૨ ડિગ્રી નોંધાયું છે.
પોરબંદર અને રાજકોટમાં ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાન થોડું ઐંચકાયું છે. પોરબંદરમાં ગઈકાલે ૧૮.૮ અને આજે ૧૯ રાજકોટમાં ગઈકાલે ૧૭ અને આજે ૧૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ગુજરાત સહિત દેશના મોટાભાગના રાયોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. પૂર્વેાતરના રાયોમાં અને દક્ષિણના રાયોમાં વરસાદ પડી રહ્યો છે. તે સિવાયના દેશના મોટાભાગના રાયોમાં આજે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હી પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર સિક્કિમ સહિતના અનેક રાયોમાં આજે પણ ધુમ્મસનું સામ્રાય છવાયેલું રહ્યું હતું. લઘુતમ તાપમાનમાં ઘટાડાની સાથોસાથ હવે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો શરૂ થઈ ગયો છે. છેલ્લ ા એક સાહમાં પાંચ દિવસ રાજકોટનું મહત્તમ તાપમાન દેશભરમાં સૌથી ઉંચુ રહ્યું હતું પરંતુ છેલ્લા ચાર દિવસથી તેમાં પણ એકધારો ઘટાડો થઈ રહ્યો છે અને રાજકોટમાં આજે મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી નોંધાયું છે. જો કે, આ પ્રમાણ પણ સમગ્ર રાયમાં સૌથી ઉંચુ છે. રાજકોટ સહિત રાયભરના તમામ સેન્ટરોમાં સોમવારે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીથી નીચે રહેવા પામ્યું હતું. સૌરાષ્ટ્ર્રના અન્ય શહેરોના મહત્તમ તાપમાનની વાત કરીએ તો સોમવારે ભુજમાં ૩૪.૨, સુરતમાં ૩૩.૮, વેરાવળમાં ૩૪.૮, પોરબંદરમાં ૩૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.
આજે લઘુતમ તપમાનના ઘટાડા ઉપરાંત ભેજના પ્રમાણની વાત કરીએ તો વડોદરામાં ૭૪, ભાવનગરમાં ૭૨, નલિયામાં ૭૫, પોરબંદરમાં ૬૬, રાજકોટમાં ૭૨ ટકા ભેજ સવારે નોંધાયો હતો અને તેના કારણે સવારનું વાતાવરણ ફત્પલગુલાબી ઠંડી જેવું રહેવા પામ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech