ટ્રાઈએ દેશના ૧૨૦ કરોડથી વધુ મોબાઈલ યુઝર્સ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં ૧૦ રૂપિયાનું રિચાર્જ, ૩૬૫ દિવસની વેલિડિટી સહિત ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. ઉપરાંત, ડુઅલ સિમ કાર્ડ ધરાવતા વપરાશકર્તાઓ માટે ફકત વોઇસ પ્લાન જારી કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એરટેલ, જિયો, વોડાફોન આઈડિયા અને બીએસએનએલએ ટ્રાઈની આ નવી ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.
ટ્રાઈએ ટેલિકોમ કન્યુમર પ્રોટેકશન રેગ્યુલેશનમાં બારમો સુધારો કરીને વપરાશકર્તાઓના હિતમાં ઘણા નિર્ણયો લીધા છે. ટેલિકોમ રેગ્યુલેટરે થોડા મહિના પહેલા આ અંગે તમામ હિતધારકો સાથે વચ્ર્યુઅલ મીટિંગ કરી હતી. ટ્રાઈએ કન્યુમર પ્રોટેકશન રેગ્યુલેશનમાં સુધારો કરીને ૨જી ફીચર ફોન યુઝર્સ માટે વોઈસ અને એસએમએસ માટે અલગ સ્પેશિયલ ટેરિફ વાઉચર્સ (એસટીવી) ફરજિયાત બનાવ્યા છે, જેથી યુઝર્સ તેમની આવશ્યક સેવાઓ માટે પ્લાન મેળવી શકે. ખાસ કરીને સમાજના કેટલાક વર્ગેા, વૃદ્ધો અને ગ્રામીણ વિસ્તારોના લોકો સહિત ફીચર ફોનનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ લાભ મેળવી શકે છે.
આ સિવાય યુઝર્સના ફાયદા માટે, ટેલિકોમ રેગ્યુલેટરે એસટીવી એટલે કે સ્પેશિયલ ટેરિફ વાઉચરની વેલિડિટી હાલના ૯૦ દિવસથી વધારીને ૩૬૫ દિવસ એટલે કે ૧ વર્ષ કરી દીધી છે.ઓનલાઈન રિચાર્જના મહત્વને ધ્યાનમાં રાખીને, ટ્રાઈએ ફિઝિકલ વાઉચરના કલર કોડિંગને દૂર કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ રિચાર્જની દરેક શ્રેણી માટે અલગ કલર કોડિંગ સિસ્ટમ હતી.
ટ્રાઈ એ ૨૦૧૨ માં ટીટીઓ (ટેલિકોમ ટેરિફ ઓર્ડર) ના ૫૦મા સુધારા મુજબ . ૧૦ મૂલ્યના ઓછામાં ઓછા એક ટોપ–અપ વાઉચરની જરિયાત જાળવી રાખી છે અને ટોપ–અપ વાઉચર માટે માત્ર ૧૦ મૂલ્યના અથવા તેના માટે ફરજિયાત બનાવ્યું છે. ટેલિકોમ કંપનીઓ હવે રૂા. ૧૦નું ટોપ–અપ અને કોઈપણ મૂલ્યનું કોઈપણ અન્ય ટોપ–અપ વાઉચર જારી કરી શકશે.
આ નિયમથી ૧૨૦ કરોડ વપરાશકર્તાઓને ફાયદો થશે. ખાનગી ટેલિકોમ કંપનીઓએ જુલાઈમાં રિચાર્જ પ્લાન મોંઘા કર્યા હોવાથી, બે સિમ અને ફીચર ફોન ધરાવતા યુઝર્સે તેમના સિમને એકિટવ રાખવા માટે મોંઘા રિચાર્જ કરાવવું પડશે. યુઝર્સની સમસ્યાઓને સમજીને ટેલિકોમ રેગ્યુલેટરે હવે માત્ર વોઈસ અને એસએમએસ સર્વિસનો ઉપયોગ કરતા યુઝર્સને રાહત આપી છે. ટેલિકોમ કંપનીઓ હવે આ યુઝર્સ માટે સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કરી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીનની 'બેટવુમન'એ શોધ્યો બેટ કોરોના વાયરસ
February 24, 2025 11:07 AMશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech