રાજકોટની તરૂણવયની છાત્રા પર ચાલુ બસે દુષ્કર્મ

  • April 18, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
આગાઉ રાજકોટમાં અભ્યાસ કરતી છાત્રાને ફસાવી ગીર સોમનાથ પંથકના શખસે ચાલુ બસમાં તેના પર દુષ્કર્મ ચાચર્યું હતું. જે બાદ તરુણીએ પોતાના વતન પોરબંદર પહોંચી પરિવારને વાત કરી હતી. જેથી તુરંત પોરબંદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ બનાવ સુરત પોલીસના મહિધપુર પોલીસ મથક હેઠળ આવતો હોવાથી ફરીયાદ ત્યાં ટ્રાન્સફર કરી હતી.પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પોરબંદરની કિશોરી રાજકોટની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી. ત્યારે હોસ્ટેલમાં કામ કરતો વિજય કરશન બારડ ( રહે.ગીર દેવડી ગામ, ગીર સોમનાથ) તરૂણી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ કિશોરી વધુ અભ્યાસ માટે સુરત આવી ગઈ હતી. આરોપી વિજય પણ સુરત પહોંચ્યો હતો. તાજેતરમાં કિશોરી વતન જવાની જાણ થતા તરૂણી સાંજે ખાનગી સ્લીપર કોચ બસમાં બેઠી હતી અને વિજય પણ તે બસમાં બેઠો હતો. વિજય અને કિશોરી બંને બાજુ બાજુમાં બેઠા હતા. રાત્રે વિજયે કિશોરી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.


પરંતુ, સગીરાને પોતાની સાથે ખોટું થઈ ગયું હોઈ જેથી પોરબંદર પહોંચી તરૂણીએ માતાને પોતાની સાથે જે કંઈ ઘટના ઘટી તેની સમગ્ર હકિક્ત જણાવતાં માતા સહિતના પરિવારજનો ચોંકી ઉઠયા હતાં. બાદમાં પોરબંદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને એક્ટ્રોસીટી એકટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બનાવ મહિધરપુરા પોલીસની હદમાં થયો હોવાથી ફરિયાદ હવે મહિધરપુરા પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવતાં વિશેષ તપાસ ત્યાંની મહિઘરપુરા પોલીસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application