ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે મુંબઈમાં રમાયેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ હારી ગઈ. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયા મુંબઈ ટેસ્ટમાં 25 રનથી હારી ગઈ. ભારતમાં 3 મેચની ટેસ્ટ સીરીઝમાં ભારતનો વ્હાઇટ વોશ કરનાર ન્યૂઝીલેન્ડ પ્રથમ ટીમ બની છે.
ટીમ ઈન્ડિયાએ 1933-34માં પ્રથમ વખત હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સીરીઝ રમી હતી, જે ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ હતી, જેમાં ઈંગ્લેન્ડ 2-0થી જીત્યું હતું. હવે ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ એવી ટીમ બની છે જેણે ભારતમાં ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં ભારતને 3-0થી હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડે ટોમ લાથમની કેપ્ટન્સીમાં આ ઐતિહાસિક કારનામું કર્યું હતું.
જો 1933 થી જોવામાં આવે તો લગભગ 91 વર્ષ પછી ટીમ ઈન્ડિયાને 3 મેચની ટેસ્ટ સીરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને આ શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
ટીમ ઈન્ડિયા ઓછા ટાર્ગેટમાં નિષ્ફળ રહી
મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ હતો. આટલા ઓછા રન ચેઝ કરતી વખતે ભારતીય ટીમ નિષ્ફળ ગઈ હતી. ટીમે કેપ્ટન રોહિત શર્માની પહેલી વિકેટ 13 રને ગુમાવી દીધી, ત્યારપછી વિકેટો પડવાનું અટક્યું નહીં. ભારતે માત્ર 29 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. લથડતી ટીમ ઈન્ડિયાને આખરે હારનો સામનો કરવો પડ્યો.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ઋષભ પંતે ભારત માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા. આ દરમિયાન ટીમના કુલ આઠ બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા.
મેચમાં, ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને બોર્ડ પર 235/10 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 263/10 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજા દાવમાં બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડ માત્ર 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાને 147 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અહીંથી એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા જીતશે, પરંતુ કમનસીબે ટીમ ઈન્ડિયા 121 રનમાં ઓલઆઉટ થઈને મેચ હારી ગઈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech