ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો સૌથી વધુ સ્કોર, ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો

  • June 29, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકા સામેની વન-ઑફ ટેસ્ટના બીજા દિવસે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ ટીમ સ્કોર બનાવ્યો અને ઓસ્ટ્રેલિયાના 9 વિકેટે 575 રનના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો. આ સિદ્ધિનો શ્રેય મોટાભાગે ભારતીય ઓપનર શેફાલી વર્મા (205 રન) અને સ્મૃતિ મંધાના (149 રન)ને જાય છે.


ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શનિવારે દક્ષિણ આફ્રિકા સામેની વન-ઑફ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમે 9 વિકેટે 575 રનના ઓસ્ટ્રેલિયાના અગાઉના રેકોર્ડને તોડીને મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ ટીમ સ્કોર બનાવ્યો. આ રેકોર્ડ બનાવ્યા બાદ ભારતીય ટીમે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 6 વિકેટે 603 રન બનાવી મેચ ડિકલેર કર્યો હતો.


ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે પર્થમાં આ સ્કોર બનાવ્યો હતો પરંતુ એની ડેર્કસેનની 109મી ઓવરના શરૂઆતના બોલ પર રિચા ઘોષ (86 રન) ચોગ્ગો ફટકારીને ભારતે નવો રેકોર્ડ બનાવ્યો હતો.


આ સિદ્ધિનો શ્રેય મોટાભાગે ભારતીય ઓપનર શેફાલી વર્મા (205 રન) અને સ્મૃતિ મંધાના (149 રન)ને જાય છે. જેમણે 292 રનની ઐતિહાસિક ભાગીદારી કરી હતી. જે મહિલા ક્રિકેટમાં પ્રથમ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી પણ છે.


કેપ્ટન હરમનપ્રીત કૌર (69 રન) અને રિચાની સાથે જેમિમાહ રોડ્રિગ્સ (55 રન)એ અડધી સદી ફટકારીને યોગદાન આપ્યું હતું. ભારતીય મહિલા ટીમે પહેલા દિવસે ચાર વિકેટે 525 રન બનાવ્યા હતા. જે ટેસ્ટ મેચમાં એક દિવસમાં સૌથી વધુ સ્કોર પણ હતો. આ સાથે તેણે 2002માં કોલંબોમાં બાંગ્લાદેશ સામે નવ વિકેટે 509 રન બનાવનાર શ્રીલંકાની પુરુષ ટીમનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News