ભારતે ત્રીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડને 142 રનના મોટા માર્જિનથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી 3-0થી જીતી લીધી છે.
અમદાવાદમાં રમાયેલી ત્રીજી ODI મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટીંગ કરતી ટીમ ઈન્ડિયાએ 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં આખી ઈંગ્લેન્ડ ટીમ 214 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમની જીતનો સૌથી મોટો હીરો શુભમન ગિલ રહ્યો હતો, જેણે 112 રનની સદીની ઇનિંગ્સ રમી હતી. ટીમ ઈન્ડિયા તરફથી પણ જોરદાર બોલિંગ હતી કારણ કે દરેક બોલરે ઓછામાં ઓછી એક વિકેટ લીધી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચની પહેલી જ ઓવરમાં તેમનો નિર્ણય સારો સાબિત થયો કારણ કે કેપ્ટન રોહિત શર્મા માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ તે પછી, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ 116 રનની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડના બોલરોને પરસેવો પાડી દીધો. ગિલે શ્રેયસ ઐય્યર સાથે મળીને 104 રન ઉમેર્યા. વિરાટ કોહલીએ 52 રન અને ઐયરે 78 રનનું યોગદાન આપ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech