IND vs ZIM: ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ન તો હાર્દિક કે સૂર્યકુમાર, આ ખેલાડીને મળી ટીમની કમાન

  • June 24, 2024 08:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝિમ્બાબ્વે સામેની 5 મેચની T20 શ્રેણી માટે સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. 15 સભ્યોની ભારતીય ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. ગીલ પહેલીવાર ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ ટીમમાં આઈપીએલના ઘણા સ્ટાર ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ સિરીઝ 6 જુલાઈથી શરૂ થશે. 


ઝિમ્બાબ્વે સામેની 5 મેચની T20 શ્રેણી માટે સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. 15 સભ્યોની ભારતીય ટીમની કપ્તાની યુવા શુભમન ગિલને સોંપવામાં આવી છે. ગિલ પહેલીવાર ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. તે IPLમાં ગુજરાત ટાઇટન્સની કમાન સંભાળે છે.


આઈપીએલના ઘણા સ્ટાર ખેલાડીઓને ભારતીય ટીમમાં તક આપવામાં આવી છે. આ સિરીઝ 6 જુલાઈથી શરૂ થશે. અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, રિયાન પરાગ અને તુષાર દેશપાંડેને IPL 2024માં તેમના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ ખેલાડીને ભારત તરફથી ડેબ્યૂ કેપ મળી શકે છે.


T20 શ્રેણી માટે ભારતીય ટીમઃ 
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટમેન), ધ્રુવ જુરેલ (વિકેટકીન), નીતિશ રેડ્ડી, રીયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન , ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે


6 જુલાઈથી શરૂ થશે
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 6 જુલાઈથી ટી-20 સિરીઝ શરૂ થશે. સિરીઝની બીજી મેચ 7 જુલાઈ, ત્રીજી 10 જુલાઈ, ચોથી 13 જુલાઈ અને છેલ્લી મેચ 14 જુલાઈએ રમાશે. તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application