કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે ત્રણ સી ખૂબ જ અનિવાર્ય છે.કનેકટ,કન્વે અને કન્વિનીયસ. આજના સમયમાં અને ખાસ કરીને કોરોના પછી વુમન્સ એન્ટરપ્રિન્યોર વધી રહી છે. ઉચ્ચ ડિગ્રી સાથે પોતાનો ફેમિલી બિઝનેસ અથવા તો નવા સ્ટાર્ટઅપ સાથે મહિલાઓ સફળતા તરફ વધી રહી છે પણ યારે એક હોમ મેકર ઘરની ચાર દિવાલમાંથી બહાર નીકળીને બિઝનેસની દુનિયામાં કદમ મૂકે છે ત્યારે તેને અનેક પડકારોનો સામનો કરવો પડે છે.
આવા સમયે આ બધી જ મહિલાઓ માટે કનેકટ નેટવકિગ ગ્રુપ સાથી બન્યું છે. રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા કનેકટ ગ્રુપએ રાજકોટ જામનગર ,ભાવનગર સૌરાષ્ટ્ર્રમાં ૪૦૦થી વધુ મહિલાઓને બિઝનેસ માટે પ્લેટફોર્મ આપ્યું છે.
અત્યારના સમયમાં ખાસ કરીને સોશિયલ મીડિયા ના આ દોરમાં અનેક મહિલાઓ ઘરે રહીને બિઝનેસ કરી શકે છે પરંતુ પોતાના બિઝનેસમાં લીડર કઈ રીતે બની સફળ વુમન એન્ટરપ્રિન્યોર કઈ રીતે બનવું તેના માટે કનેકટ વુમન ગ્રુપ ટ્રેનિંગ આપે છે. તબક્કા વાર યોજાતી તેમની મિટિંગમાં કયારેક કોફી મીટ તો પછી કયારેક નેટવર્ક મિટિંગ તો ઘણી વખત નામાંકિત કંપનીઓના સીઈઓ અને એમડી આ મહિલાઓને ખાસ ટ્રેનિંગ આપવા માટે આવે છે.
અલગ અલગ પ્રકારનો બિઝનેસ કરતી મહિલાઓને એક પ્લેટફોર્મ પર લાવી કઈ રીતે પોતાના ક્ષેત્રમાં આગળ વધુ અને મહત્તમ પ્રોફિટ મેળવવો તે માટે નાયીકા અગ્રવાલ દ્રારા નેશનલ લેવલે કનેકટ વુમન ગ્રુપ શ કરવામાં આવ્યું હતું તેમાં દેશના અલગ અલગ રાયો અને શહેરોના મહિલાઓ એકિટવ છે. રાજકોટના સપના જટાનીયા રાજકોટ થી જામનગર, જુનાગઢ, ભાવનગર, સુરત, જયપુર અને મુંબઈના ચેપ્ટર હેડ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
દર મહિને પર્સનાલિટીથી લઈ બિઝનેસ ડેવલોપમેન્ટ અંગે સેમિનાર યોજાય છે. કનેકટ ગ્રુપમાં ઘરે બેસીને ગૃહ ઉધોગ ચલાવતી જેમકે નાસ્તા, હેન્ડીક્રાટ,બ્યુટી પાર્લર, નેચરોપેથી અને આયુર્વેદિક પ્રોડકટ, ફોટોગ્રાફી સહિતના ક્ષેત્રમાં જોડાયેલી મહિલાઓ કનેકટ ગ્રુપ સાથે સંકળાયેલી છે. દરેક મહિલાઓમાં આંતરિક પ્રતિભા તો ખીલેલી હોય છે પરંતુ બહારની દુનિયામાં બિઝનેસમાં કઈ રીતે સફળતા મેળવી શકાય તેનો અનુભવ હોતો નથી અને જાણકારીથી પણ વંચિત હોય છે ત્યારે વર્ષ ૨૦૧૭ માં નાયિકા અગ્રવાલ દ્રારા આ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું અને જેના લીધે ગુજરાતની હજારો મહિલાઓને બિઝનેસમાં નવી દિશા મળી છે. આજે કનેકટ વુમન સાથે સંકળાયેલી મહિલાઓને દર મહિને લાખો પિયાનો બિઝનેસ મળે છે અને આગામી ભવિષ્યમાં વૈશ્વિક અવકાશ મળે તે માટેના નવી દિશામાં પાંખો ફેલાવશે
દરેક બિઝનેસમાં સિક્રેટ મેન્ટર હોવો જોઈએ
તાજેતરમાં યોજાયેલી કોફી મિટમાં જાણીતી કંપની વીંગ પ્લસ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેકટર અને લીડરશીપ કોચ અને પોડકાસ્ટર માનસી ઠક્કરએ તાજેતરમાં જ રાજકોટની મહિલાઓને ખાસ મેસેજ આપતા જણાવ્યું હતું કે મહિલાઓ પોતાની દરેક વાત પેટમાં રાખી શકતી નથી ત્યારે બિઝનેસમાં સિક્રેટ પોલીસી પણ રાખવી જરી છે. સિક્રેટ મેન્ટર હોવો જરી છે. લીડરશીપ માટે ચાણકય નીતિ નહીં પરંતુ ચાણકય અર્થશાક્ર ભણવા માટે ખાસ મહિલાઓને જણાવ્યું હતું. આ તકે તેમણે બિઝનેસનું બ્રહ્માક્ર બતાવ્યું હતું જેમાં પ્રોડકટ કે સર્વિસ હોય તો તેના માટે સૌપ્રથમ કસ્ટમર સાથે કનેકટ થાવ ત્યારબાદ તમારી પ્રોડકટને કન્વે કરો અને પછી તેના માટે કન્વિનીયસ કરો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech