ટીચર્સ યુનિવર્સિટી બી.એડ.કોલેજોને જોડાણના મામલે 'છૂટાછેડા' આપશે

  • April 05, 2023 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર વર્ષ પછી ખબર પડી કે કોલેજોને જોડાણ આપવાનું ન હતું: ૫૦ જેટલી બી.એડ.કોલેજોને ફરી તેના વિસ્તારની યુનિવર્સિટી સાથે જોડાણા અપાશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સમાન ટીચર્સ યુનિવર્સિટીએ મોટો ભાંગરો વાટો છે. રાયભરની તમામ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ બી.એડ કોલેજોને એક છત્ર નીચે લાવવા માટે તેમનું જે તે યુનિવર્સિટીનું જોડાણ રદ કરીને ચાર વર્ષ પહેલા ટીચર્સ યુનિવર્સિટી સાથે એફીલિયેશન કરવામાં આવ્યું હતું. બીએડના છાત્રોની એક બેચ બહાર નીકળી ગયા બાદ યુનિવર્સિટિ સત્તાવાળાઓને મોડે મોડે ખ્યાલ આવ્યો કે આપણે કોલેજોને જોડાણ આપવાનું ન હતું. આ બાબતની ખબર પડતા જ હવે રાય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં અંદરખાને રિવર્સ પ્રોસેસ માટેની તૈયારીઓ શ થઈ ગઈ હોવાનું ઉચ્ચ શિક્ષણ વિભાગના સાધનોમાંથી જાણવા મળે છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે ૨૦૧૦–૧૧માં ગાંધીનગર ખાતે ટીચર્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ટીચર્સ યુનિવર્સિટીને આઈઆઈએમ અને આઇઆઇટી લેવલની રાષ્ટ્ર્રીય કક્ષાની સંસ્થા બનાવવા માટે કામ શ કરવામાં આવ્યું હતું. ટીચર્સ યુનિવર્સિટીનું કેમ્પસ નેશનલ લેવલનું બનાવવા માટે મૂળ ઇરાદો હતો પરંતુ ચાર વર્ષ અગાઉ એફિલિએશનનું સ્ટેટસ ન હોવા છતાં તેનો નવેસરથી ઉમેરો કરવામાં આવ્યો હતો અને રાયભરની જુદી જુદી સ્થાનિક અને પ્રાદેશિક યુનિવર્સિટીઓ સાથે જોડાણ ધરાવતી તમામ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ બી એડ કોલેજોને તેનું મૂળ જોડાણ રદ કરીને ટીચર્સ યુનિવર્સિટી નીચે લાવવામાં આવી હતી.


યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે પ્રારંભિક તબક્કામાં કુલપતિ તરીકે હર્ષદભાઈ પટેલ, કમલેશભાઈ જોશીપુરા અને યાદવે કુલપતિની જવાબદારી સંભાળી હતી. આ સમયગાળા દરમિયાન ટીચર્સ યુનિવર્સિટીનું કેમ્પસ નેશનલ લેવલનું બને તે માટે કામગીરી કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ચાર વર્ષથી જોડાણની કામગીરી પણ શ થઈ ગઈ હતી. શિક્ષણ મંત્રી તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા જવાબદારી સંભાળતા હતા ત્યારે શ થયેલી આ પ્રોસેસ હવે રિવર્સ કેમ કરવી તે મામલે ઉચ્ચ શિક્ષણ વિભાગમાં ભારે મથામણ ચાલી રહી છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા હસમુખભાઈ અઢિયાએ ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટીંગ યોજીને પ્રેઝન્ટેશન લીધું હતું અને તેમાં આ બાબત ધ્યાન પર આવતા આવું કેમ થયું ? તેવા સવાલો ઉઠવાનું શ થયું હતું. હવે બી.એડ કોલેજોને જોડાણમાંથી મુકત કરીને જે તે યુનિવર્સિટીને પરત સોંપવાની દિશામાં કાર્યવાહી થઈ રહી હોવાનું જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application