અમરેલીમાં ગુરૂ શિષ્યને લજવતાં બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે, સાવરકુંડલાની બિલખીયા સ્કૂલના શિક્ષકે હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓ સાથે સૃષ્ટ્રિ વિદ્ધનું કૃત્ય આચયુ હોવાનો બનાવ હજુ તાજો છે ત્યાં અમરેલીના ભારતીનગરમાં આવેલી ભારત શાળામાં ૯ અને ૧૦ વર્ષની ધો.૪ની બે વિધાર્થીની સાથે શિક્ષકએ ન કરવાનું કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે નરાધમ શિક્ષકને ઝડપી લઇ કાર્યવાહી કરી છે. આ ગંભીર ઘટનાની મળતી વિગત મુજબ અમરેલીમાં રહેતા બે પરિવારની ૯ અને ૧૦ વર્ષની ધો.૪ની બે વિધાર્થીની ઘર નજીક આવેલી ભારતનગર શાળામાં અભ્યાસ કરી રહી છે. દરમિયાન શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર પટેલ વિધાર્થીનીને આઠેક દિવસથી અવાર નવાર ઓફિસમાં બોલાવી મુખ મૈથુન કરાવી માથામાં ચુમ્મીઓ ભરવાનું દુષ્કૃત્ય કરતો હોય અને આ બાબતે જો કોઈને કહીશ તો મારમારીશ તેવી ધમકી આપી હતી. હેબતાયેલી બાળકી બીકથી શાળાએ જવાની ના પાડતી હોવાથી પરિવારજનોએ પૂછતાં સમગ્ર હકીકત જણાવી હતી. આ જાણતા પરિવારના પગ નીચેથી પણ ધરતી ખસી જાય એવો આંચકો લાગતા બાળકીને લઈને પરિવારજનો સહિતના શાળાએ પહોંચતા શિક્ષક રૂમમાં શરમાવે તેવી હરકરત કરતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો. ઘટનાની જાણ પોલીસે કરવામાં આવતા પોલીસ સ્થળ પહોંચી શિક્ષકની અટકાયત કરી. શિક્ષક મહેન્દ્ર પટેલ સામે બાળકીના પિતાની ફરિયાદ પરથી બીએનએસની ક.૬૪(૨)(એફ),૬૪(૨)(આઇ), ૬૪(૨)(એમ) ૬૫(૨), ૩૫૧(૧) ૭૫, તથા પોકસો એકટ ક.૪, ૬, ૮, ૧૦ મુજબ ગુનો નોંધી શિક્ષકને સકંજામાં લઇ વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસ મથકના પીઆઈ ઓ.કે.જાડેજા ચલાવી રહ્યા છે.
કાયદો વયવસ્થાની પરિસ્થિતિ ખાડે: અમિત ચાવડા
અમિત ચાવડાએ અમરેલીમાં બે બાળકી ઉપર દુષ્કર્મ બાબતે નિવેદન આપ્યુ છે. અમરેલીમાં બાળકીઓ ઉપર દિવસે દિવસે બળાત્કાર વધી રહ્યા છે. સરકાર બનાવ બની જાયે ત્વરિત કાર્યવાહી કરવાની નામે વાહ વાહી મેળવે છે. આવું કોઈ કૃત્ય ન કરે તેવો ડર સરકાર બતાવતી નથી. કાયદો વયવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે. જે લોકો માસૂમ દીકરીઓ નો વરઘોડો કાઢવા તૈયાર હોય છે એવા લોકો દુષ્કર્મ આચરનાર લોકો સામે પગલાં ભરવામાં નિષ્ફળ દેખાઈ રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech