મોરબીમાં ટયુશનમાં આવતી સગીરા સાથે શિક્ષકના અડપલાં: પરિવારે મેથીપાક ચખાડયો
મોરબીમાં વર્ષેાથી શિક્ષણ જગત સાથે જોડાયેલો અને હંમેશા સામાજીક સ્ટેજ પર માઈક લઈને લોકેને મફતનું જ્ઞાન બાટતો (માઈકાસુર) અને ઓરીએન્ટલ કલાસીસ ચલાવતો ઠગ શિક્ષક રવીન્દ્ર ત્રિવેદીએ પોતાન સંતાન જેવડી ઉંમરની સગીર વયની તેના કલાસીસમાં શિક્ષણ લેવા આવતી વિધાર્થીનીની સાથે શારીરિક અડપલાં કરતા સગીરાના પરિવારજનોએ નોધાવેલ ફરિયાદ આધારે પોલીસે પોકસો એકટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
આ રવિન્દ્ર ત્રિવેદી અગાવ પણ છેડતી બાબતે મેથીપાક ખાય ચુકયો હોવાની સૂત્રો પાસે થી માહિતી પ્રા થઈ છે અનેક સામાજિક સંસ્થામાં હોદાઓ લઈ આગેવાન થઈ ફરતો હોવાનું પણ સામે આવ્યું છે આ રવિન્દ્ર ત્રિવેદી ભારતીય વિચાર મંચ,અખિલ ભારતીય સઘં ગુજરાત, કરાઓકે સંગીત સંધ્યા, ભારત વિકાસ પરિષદ જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલો છે અને તેમાં વકતા તરીકે વકતવ્ય પણ આપી ચૂકયો છે.તેને વાક છટા એટલી બધી પ્રબળ છે કે સામાન્ય વ્યકિત તેનાથી અંજાય જતો હોય છે. આનો તે ગેરલાભ ઉઠાવતો હતો.
બનાવની પ્રા વિગત મુજબ મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ઓરીએન્ટલ કલાસીસ ચલાવતો રવીન્દ્ર ત્રિવેદી નામના ખાનગી ટુશન સંચાલક સામે તેની કલાસીસમાં અભ્યાસ કરવા આવતી સગીર વયની છાત્રા સાથે જાતીય સતામણી કરી હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા ચકચાર મચી જવા પામી હતી. સગીરાના પરિવારજનોએ નોધાવેલ ફરિયાદ આધારે પોલીસે પોકસો એકટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ટુશન સંચાલકને આ સગીરાના પરિવાર દ્રારા હત્પમલો કરી ઈજા પહોચાડવામાં આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધામાં સજુબા સરકારી ગર્લ્સ સ્કૂલ જિલ્લામાં પ્રથમ
December 21, 2024 01:57 PMજામનગરમાં વિશ્વાબેનની દીક્ષા નિમિત્તે વરઘોડો યોજાયો
December 21, 2024 01:02 PMજામનગરમાં આમ આદમી પાર્ટી દ્રારા કેન્દ્રીય ગ્રુહપ્રધાન અમિત શાહનો વિરોધ
December 21, 2024 12:59 PMજામનગર ક્રિકેટ બંગલો ખાતે જામનગર અને દુબઈ વચ્ચે અંડર 19 ક્રિકેટ મેચ
December 21, 2024 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech