પ્લેટફોર્મ ટિકિટ પર ટેક્સ છૂટ, ફેક ઈનવોઈસ પર પ્રતિબંધ, GST કાઉન્સિલની બેઠકમાં આ મોટા નિર્ણયો લેવાયા

  • June 22, 2024 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 53મી બેઠક શનિવારે પૂરી થઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ માહિતી આપી અને મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે સોલાર કૂકર પર 12 ટકા GST લાદવાની મંજૂરી આપવામાં આવી છે.


દેશમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન લાગુ કરાયું
GST કાયદાની કલમ 73 હેઠળ જારી કરાયેલ ડિમાન્ડ નોટિસ માટે વ્યાજ અને દંડ માફ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સિવાય ફેક ઇનવોઇસને રોકવા માટે સમગ્ર દેશમાં તબક્કાવાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન લાગુ કરવામાં આવશે.



શનિવારે યોજાયે હતી બેઠક
તમને જણાવી દઈએ કે શનિવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની બેઠક યોજી હતી અને તે દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે માત્ર મર્યાદિત વિષયો પર વિચાર કરી શકીએ છીએ. બજેટ સત્ર બાદ જીએસટીની બીજી બેઠક યોજાશે.



આગામી બેઠક 7 ઓક્ટોબરે
આ બેઠકમાં વ્યાપારી સુવિધાઓ અને કરદાતાઓને રાહત સંબંધિત નિર્ણયો લેવામાં આવ્યા હતા. GST એપેલેટ ટ્રિબ્યુનલ માટે 20 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદાની ભલામણ કરવામાં આવી છે. નાના કરદાતાઓ માટે GSTR-4 માટેની અંતિમ તારીખ, નાણાકીય વર્ષ 24-25, 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ બેઠક આઠ મહિનાના અંતરાલ બાદ થઈ હતી. GST કાઉન્સિલની છેલ્લી બેઠક 7 ઓક્ટોબર, 2023ના રોજ મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application