રાજકોટ મહાપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઈ કરવા માટે તા.૭ એપ્રિલથી મિલકત વેરા વળતર યોજના લાગુ કરી વસુલાત શરૂ કરાઈ હતી, દરમિયાન યોજના અમલી કર્યાના પ્રથમ મહિનામાં જ ૧,૬૫,૫૫૯ મિલકતધારકોએ રૂ.૧૦૦ કરોડથી વધુ રકમનો વેરી ચૂકતે કરી મહાપાલિકાની તિજોરી છલકાવી દીધી હતી.વિશેષમાં મ્યુનિ.ટેક્સ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, તા.૩૦-૦૪-૨૦૨૬ સુધીમાં કુલ ૧,૬૫,૫૫૯ કરદાતાએ રૂ.૧૦૦.૧૭ કરોડનો વેરો ભરપાઈ કરી વેરા વળતર યોજનાનો લાભ લીધો હતો, જેમાં કુલ ૧,૨૨,૧૪૧ કરદાતા દ્વારા ઓનલાઈન રૂ. ૭૨.૫૭ કરોડ તથા ૪૩,૪૧૮ કરદાતા દ્વારા ચેક તથા રોકડાથી રૂ.૨૩.૬૮ કરોડની આવક થવા પામી હતી. જ્યારે મનપા દ્વારા કરદાતાઓને કુલ રૂ.૧૧.૯૯ કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ ડિસ્કાઉન્ટ યોજના હેઠળ ૩૧.૫.૨૦૨૬ સુધી સામાન્ય કરદાતાઓને ૧૦ ટકા ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે ૧૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ત્યારબાદ તા.૧ જુન ૨૦૨૬થી ૩૦ જુન ૨૦૨૬ સુધી મહિલાઓ માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ બંને યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application