વેરો બાકી હોય તેવા શૈક્ષણિક સંકુલો–કોચિંગ કલાસિસનું લિસ્ટ તૈયાર કરતી ટેકસ બ્રાન્ચ

  • December 06, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિધાર્થીઓ પાસેથી તગડી રકમની ફી વસુલતી શાળાઓ, કોલેજો તેમજ કોચિંગ કલાસિસ વિગેરે મિલકતોનો વેરો સમયસર ભરપાઇ કરવામાં આવતો ન હોય તાજેતરમાં રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા મોટી રકમનો મિલ્કતવેરો બાકી હોય તેવા શૈક્ષણિક સંકુલો અને કોચિંગ કલાસિસની મિલ્કતોનું રિકવરી લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં એક સ્કૂલને સીલ કરવા નોટિસ આપતા સ્કૂલ સંચાલકે તાબડતોબ .૭.૩૦ લાખનો બાકીવેરો ચુકતે કર્યેા હતો. યારે અન્ય એક એકેડેમીનો બાકી વેરો ચુકતે કરવામાં નહીં આવતા ત્યાં આગળ સીલ કરાયું હતું.
વિશેષમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧માં અયોધ્યા ચૌકમાં ધ વન વલ્ર્ડ નજીક એકસીસ બેંક ફસ્ર્ટ લોર પર આવેલ શોપ નં બી–૧૦૯ની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૮૬,૦૮૩, વોર્ડ નં–૩માં સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર શિવાલય ચોકમાં આવેલી શ્રી આશીર્વાદ સ્કૂલને નોટીસ આપતા રિકવરી .૭.૩૦ લાખ, વોર્ડ નં.૪માં મોરબી રોડ ઉપર હર્ષ આર્કેડમાં આવેલ ઇવોલ્યુશન એકેડેમી શોપ નં.૨૦૧નો બાકી વેરો નહીં ચુકવતા મિલકત સીલ, વોર્ડ નં.૫માં કુવાડવા રોડ રણછોડનગર–૭માં વાય.ડી ફેશન કલબ સામે રિકવરી કરતા ચેક આપેલ, રણછોડ નગરમાં શેરી નં.૯માં એક મિલકતનું નળ કનેકશન કપાત કરતા .૪૫,૦૦૦ની રિકવરી, વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ પર આવેલ ટોપાઝ આર્કેડના થર્ડ ફલોર શોપ નં.૨ સીલ કરતા ચેક આપેલ, પંચનાથ રોડ ઉપર આવેલ સર્વેાતમ એપાર્ટમેન્ટ થર્ડ લોર ઉપરની શોપ નં.૪૦૨ સીલ, ગોંડલ રોડ પર પ્રમુખસ્વામી આર્કેડ માલવિયા ચોક વિંગ નં.૧માં સેકન્ડ લોર પર શોપ નં.૧ની સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૦૪ લાખ, પંચનાથ પ્લોટમાં શેરી નં.૧૫માં ૧ યુનિટ સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, વોર્ડ નં.૧૪માં ભકિતનગર સોસાયટીમાં સંગમ ૧૨ના ૧–યુનિટને નોટીસ આપતા રિકવરી .૯૦,૩૪૨, નીલવ સવસરાય સોસાયટીમાં શેરી નં.૪માં ૧ યુનીટને સીલ, ભુપેન્દ્ર મેઇન રોડ પર ડીપસી નમકીનશાહત્પ કૂડને નોટીસ સામે રિકવરી કરતા ચેક આપેલ, વોર્ડ નં.૧૫માં ભાગ્ય લમી ઓધોગિક વિસ્તારમાં બે યુનિટને નોટીસ, કે.પી.ઔધોગિક વિસ્તારમાં ૧ યુનિટને નોટીસ, આજી રીંગ રોડ શિવ ધારા પાર્ક–૨ મેઇન રોડ પ્લોટ નં.૧૧ ઉપરના એક યુનિટને નોટીસ સામે રિકવરી .૬૬,૧૮૦, વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ ઉપર મહેશ્વર નગર હાઉસીંગ કોલોનીમાં ધરતીને નોટીસ સામે રિકવરી .૭૪૩૪૧, વોર્ડ નં.૧૮માં ૮૦ ફીટ રીંગ રોડ પર નહેનગરના સરધારનગર–૨માં ૧ યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા .૮૨,૦૦૦નો ચેક આપેલ, કોઠારીયા સ્વાતિ પાર્ક રોડ શેડ નં.૧૫માં પ્લોટ નં.૧,૨,૩ વણ ઇન્ડસ્ટ્રીઝમાં ૧ યુનિટ સામે સીલની કાર્યવાહી કરતા .૭૨,૧૪૮ની રિકવરી કરાઇ હતી. ઉપરોકત કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, મેનેજર સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, ઇસ્ટ ઝોન તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરો દ્રારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application