ટાટા ગ્રુપ વિમેન્સ પ્રીમિયર લીગનું બનશે ટાઈટલ સ્પોન્સર

  • February 22, 2023 05:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

ટાટા ગ્રુપ વિમેન્સ પ્રીમિયર લીગનું ટાઈટલ સ્પોન્સર બનશે. આ માહિતીની જાણકારી BCCI સેક્રેટરી જય શાહે ટ્વિટ કરીને આપી હતી.


આગામી ચાર માર્ચથી મહિલા પ્રિમિયર લીગની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ પ્રિમિયર લીગમાં ટાઈટલ સ્પોન્સર તરીકે આજે નામ જાહેર કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈના સેક્રિટરી જય શાહે ટ્વિટ કરી જણાવ્યુ હતુ કે, ટાટા ગ્રુપ વિમેન્સ પ્રિમિયર લીગનું ટાઈટલ સ્પોન્સર બનશે.


મહિલા પ્રિમિયર લીગમાં પાંચ ટીમ રમવાની છે. આ ટીમની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત જાયન્ટ્સ, યુપી વોરિયર્સ, દિલ્હી કેપિટલ્સ છે. WPL 2023 માટે મીડિયા અધિકારોના વેચાણથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે (BCCI)ને રૂ. 951 કરોડ મળ્યા હતા. WPL 2023માં 23 દિવસના સમયગાળામાં કુલ 20 લીગ મેચો અને બે પ્લેઓફ મેચો રમાશે. 


કઈ ટીમ કેટલામાં ખરીદી થઈ ?

મહિલા આઈપીએલને વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અદાણી સ્પોર્ટ્સ લાઈન પ્રાઈવેટ લિમિટેડે અમદાવાદની ટીમને 1289 કરોડમાં, મુકેશ અંબાણીની ઈન્ડિયા વિન સ્પોર્ટ્સ પ્રા.લિ.એ મુંબઈને 912.99 કરોડમાં, રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે બેંગ્લોરને 901 કરોડ રૂપિયામાં,  જેએસડબ્લ્યુ જીએમઆર ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડે દિલ્હીની ટીમને 810 કરોડમાં અને કપરી ગ્લોબલ હોલ્ડિંગ્સે લખનઉની ટીમને 757 કરોડમાં ખરીદી લીધી છે. વિમેન્સ પ્રીમિયર લીગની પાંચ ટીમોની કુલ કિંમત રુપિયા 4669.99 કરોડ છે.


આ વર્ષે એટલે કે 2023માં મહિલા IPL રમાવા જઈ રહી છે. જેને મહિલા આઈપીએલને વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ એવું નામ આપવામાં આવ્યું છે. જેમાં કુલ પાંચ ટીમ હશે. આ પાંચ ટીમમાં અમદાવાદ, મુંબઈ, બેંગ્લુરૂ, લખનઉ અને દિલ્હીની ટીમ હશે. હવે આ પાંચમાંથી એક અમદાવાદની મહિલા ટીમની ખરીદી ગૌતમ અદાણી દ્વારા કરી લેવામાં આવી છે. જ્યારે મુંબઈની ટીમની ખરીદી મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application